ગુજરાત: હવે તો એક PSIએ જ મહિલાને બનાવી હવસનો શિકાર, જાણો તંત્રએ શું પગલા લીધા…

આપણે સૌ જાણીએ છીએ કે, હાલમાં બલત્કારની ઘટના વધી અહી છે. તેમાં જો એક PSI આવી હરકત કરે તો એ શરમજનક કહેવાય. આ દરમિયાન આવો…

આપણે સૌ જાણીએ છીએ કે, હાલમાં બલત્કારની ઘટના વધી અહી છે. તેમાં જો એક PSI આવી હરકત કરે તો એ શરમજનક કહેવાય. આ દરમિયાન આવો એક કેસ અમદાવાદમાં બન્યો છે.

અમદાવાદમાં એક PSIએ મહિલાને આશ્રમ રોડ પર આવેલ હોટેલ રેડ એપ્પાલમાં બોલાવી તેની છેડતી કરી અને તેની સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક PSIની ધરપકડ કરી છે. આરોપી PSI પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે, જેની પર બળાત્કાર થયો હતો તે પણ એક નિવૃત PSIની પુત્રી છે.

એક સમયે આરોપીને સાથે રાખી ફોટો પડાવતા PSI હવે પોતે આરોપી તરીકે આવી ગયા છે. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા PSI આર.આર.મિશ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. PSI ઉપર આરોપ લાગ્યો છે કે, તેને એક મહિલાની સાથે હોટેલમાં બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ભાગી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ટેકનિકલ પુરાવા મળી આવ્યા હતા તેમજ સાથે સાથે જ્યારે મહિલા ભાગી રહી હતી તે સમયના એક સાક્ષી પણ મળી આવ્યા છે તેના આધાર પર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

આ ઘટના ગયા વર્ષે તારીખ 7-10-2019ના રોજ ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવવા માટે ગઈ હતી. ત્યારે તેની મુલાકાત PSI આર.આર.મિશ્રા સાથે થઈ હતી. ત્યાર બાદ આરોપી PSI એ મહિલાનો નંબર લઈ તેને મેસેજ કરતો હતો અને whatsapp કોલ પણ કરતો હતો. ત્યાર બાદ PSIએ એક દિવસ આરોપીએ મહિલાને આશ્રમ રોડ પર આવેલ હોટેલ રેડ એપ્પલમાં બોલાવી તેની છેડતી કરી બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. પહેલા તો આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ત્યાર બાદ 15-7-2020 ના રોજ ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાન્ચના ACPને સોપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *