ગુજરાત પોલીસને સો તોપોની સલામી- ફરી એકવાર એવું કાર્ય કરી બતાવ્યું કે, જાણીને ગર્વ અનુભવશો

હાલનાં આધુનિક યુગમાં ટેકનોલોજીનાં ઉપયોગથી અનેક લોકો ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. એમાં પણ કોરોનાકાળમાં થયેલ લોકડાઉનમાં આવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો. એક…

હાલનાં આધુનિક યુગમાં ટેકનોલોજીનાં ઉપયોગથી અનેક લોકો ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. એમાં પણ કોરોનાકાળમાં થયેલ લોકડાઉનમાં આવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો. એક વર્ષ અગાઉ ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટની શરૂઆત કરી હતી કે જેના દ્વારા નાણાંકિય ઠગાઈના ભોગ બનતાં લોકોને મદદરૂપ થઈને તેમનાં ગયેલા રૂપિયા જે-તે બેંક ખાતામાં જ ફ્રિજ કરીને પાછાં અપાવી શકાય.

કુલ 72,000 જેટલા ફેક બેંક ખાતા પણ બંધ કરાવ્યા :
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં 1 વર્ષમાં સાયબર ક્રાઈમ દ્વારા નાણાંકીય છેતરપીંડીનો ભોગ બનનાર કુલ 5,167 લોકોનાં 11 કરોડથી પણ વધારે રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે. સૌથી વધારે ઠગાઈ હાલમાં ગૂગલમાં કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવી રહ્યું છે.

જેમાં ગુગલ પર હજારો ફેક વેબસાઈટ પરથી નંબર લઈને લોકો મદદ માટે કોલ કરતાં હોય છે તેવા સમયમાં ફ્રોડસ્ટર દ્વારા કોલ કરનારનાં ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લેવામાં આવતી હોય છે. સાયબર ક્રાઈમે એક વર્ષમાં 250થી વધારે ફેક વેબસાઈટ પણ બંધ કરી દીધી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઈમ દ્વારા કુલ 72,000 જેટલા ફેક બેંક ખાતા બંધ કરાવ્યા હતાં. આની સાથે જ 100 જેટલા ફેક કસ્ટમર કેર નંબરો બંધ કરીને અનેક લોકોને ઠગાઈથી બચાવ્યા છે. જે એક ખુબ પ્રશંસનીય કામગીરી કરી છે તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

PAYTM માં KYC નાં નામે લોકો નાણાંકિય ઠગાઈનો ભોગ બની રહ્યા છે :
સાયબર ક્રાઈમ બ્રાન્ચ DCP અમિત વસાવા જણાવે છે કે, કસ્ટમર કેરમાં કોલ કરીને છેતરપીંડી કર્યાં પછી બીજા નંબરે સૌથી વધારે ઠગાઈ ડેબીટ કાર્ડ તથા ત્યારબાદ ક્રેડિટ કાર્ડ મારફતે છેતરપીંડીનાં કિસ્સાઓ સૌથી વધારે સામે આવી રહ્યાં છે.

આની સાથે જ OLX પર આર્મી જવાનની ઓળખ આપીને અથવા તો PAYTM KYC નાં નામે લોકો નાણાંકિય ઠગાઈનો ભોગ બની રહ્યા છે. સાયબર આશ્વાસત પ્રોજેકટ વખતે છેલ્લાં એક વર્ષમાં કુલ 5,100થી પણ વધારે નાગરિકોના 11 કરોડ જેટલી રકમ આરોપીઓના હાથમાં જતી અટકાવી છે.

OLX પરથી કુલ 852 ફેક આઈડી દૂર કરવામાં આવી :
સાઇબર ક્રાઇમ દ્વારા શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સાયબર ક્રિમિનલ્સ એ સાઇબર ક્રાઇમ માટે ઉપયોગમાં લીધેલ કુલ 12,200 મોબાઈલ નંબર તેમજ કુલ 72,000થી વધુ બેન્ક એકાઉન્ટ નંબરનો ડેટા વેબસાઈટ ઉપર નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આની ઉપરાંત નાગરિકો ભોગ ન બને તેની માટે કુલ 242 વેબસાઈટ, કુલ 94 કસ્ટમર કેર ફ્રોડ સાઈટ તેમજ કુલ 852 OLX પરની ફેક ID દૂર કરવામાં આવી છે.

ફ્રોડ થાય તો તાત્કાલિક 100 નંબર પર ફોન કરવા અપીલ :
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઈમ ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટિ સાયબર ક્રાઈમ બુલિંગ યુનિટ, સાયબર સુરક્ષા લેબ અને લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તેની માટે સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ પણ કાર્યરત રહ્યું છે.

સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિ 100 નંબર પર ફોન કરીને ફરિયાદ કરવામાં આવે તો તેની રકમ પરત મળી શકતી હોવાને કારણે સાયબર ક્રાઈમ બ્રાન્ચ લોકોને ત્વરીત ઈમરજન્સી નંબર 100 પર ફોન કરીને ઠગાઈની ફરિયાદ લખાવવાની અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *