તમિલનાડુના દરિયાકાંઠે વાવાઝોડા ફેંગલની અસર શરૂ; ભારે વરસાદ સાથે પવન આગાહી, IMDનું એલર્ટ

Fengal Cyclone: ફેંગલ વાવાઝોડું આજે બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં (Fengal Cyclone) રહેવાની સલાહ આપી છે. વાવાઝોડાને જોતા શનિવારે તમામ શાળા અને કોલેજો બંધ રહેશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

આઈએમડીએ શું કહ્યું?
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન શનિવાર બપોર સુધીમાં પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એ કુલોથુનગને PWD, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરી હતી.તેમજ આગળ જણાવ્યું હતું કે, ફેંગલ વાવાઝોડું આજે બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. વાવાઝોડાને જોતા શનિવારે તમામ શાળા અને કોલેજો બંધ રહેશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

આઈએમડીએ શું કહ્યું?
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન શનિવાર બપોર સુધીમાં પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એ કુલોથુનગને PWD, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરી હતી.

શુક્રવારે પણ ચેતવણી જાહેર કરાઈ હતી
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે શુક્રવારે એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી. પુડુચેરીના ગૃહમંત્રી એ. નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.

તમિલનાડુ સરકાર શાળાઓમાં રજા જાહેર કરી
ફેંગલ વાવાઝોડાને પગલે તમિલનાડુ સરકાર દ્વારા નાગરિકોને ઘરની અંદર રહેવા આદેશ આપ્યા છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે કંપનીના નાગિરકોને ઘરેથી કામ કરવા જણાવ્યું છે. માછીમારોને દરિયો ખેડવા ન જવા કડક ચેતવણી આપવામાં આવી છે.

જનતા માટે ઈમરજન્સી નંબર જાહેર
નાગરિકો માટે ઈમરજન્સી નંબર 112 અને 1077 જાહેર કરવામાં આવ્યા છે અને સંકટ સમયે મદદ માટે વોટ્સએપ નંબર 9488981070 પણ જાહેર કરાયો છે. લોકોને તાજેતરની માહિતી મેળવતા રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ SDRF ને પણ તૈનાત કરવામાં આવી છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તમિલનાડુ અને પુડુચેરી નેવલ એરિયા હેડક્વાર્ટરના સહયોગથી ચક્રવાતની સંભવિત અસરોને ઘટાડવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.