આ વર્ષે નવરાત્રી બગાડશે વરસાદ. ગુજરાત તરફ આવી રહ્યું છે ભારે તોફાન. જાણો વધુ

Published on Trishul News at 3:02 PM, Mon, 23 September 2019

Last modified on February 12th, 2022 at 2:42 PM

ગુજરાતમાં હાલ તો વરસાદી માહોલ ટળ્યો છે. પરંતુ આ વરસાદ સરળ રીતે જાય તેમ લાગતું નથી. ફરી હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે વરસાદ આવી શકે છે. અને એ પણ ચાલુ નવરાત્રી દરમિયાન. સામાન્ય રીતે જોઈએ તો દરેક ગુજરાતીઓ નવરાત્રીની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. અને આ વખતે નવરાત્રીમાં વરસાદ પણ સાથે ગરબા લેવા આવશે.

હવામાન વિભાગે વધુ એક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. જો કે આ વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે જેને લઈને ગુજરાતને કોઈ ખતરો નથી પરંતુ વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાંની અસરને પગલે રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે. નવરાત્રીમાં રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 126 ટકા વરસાદ નોંધાયો છે.

એમ.પી.માં 15 જિલ્લામાં વરસાદની આગાહી.મધ્ય પ્રદેશના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુના, મંદસૌર, નીમચ અને પન્ના સહિતના 15 જિલ્લામાં ભારે 24 કલાકમાં વરસાદ પડી શકે છે.  જેથી વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. અરબ સાગરમાં હવાનું દબાણ ઓછુ થવાના કારણે એમપીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ પહેલા પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. જેથી એમપીના સાગર, નીમચ અને મંદસૌરમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે મંદસૌર અને નીમચમાં બેથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા હતા. અને રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. જ્યારે નર્મદા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યુ હતુ.

પહેલા 3 દિવસની નવરાત્રિમાં વરસાદની આગાહી.તો આ તરફ રાજ્યમાં ભારે ઉકળાટ બાદ વરસાદી વાતાવરણે ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે નવરાત્રીના પ્રથમ 3 દિવસ વરસાદની આગાહીને પગલે ખૈલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે. ગઈકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. વડોદરામાં રાવપુરા, માંડવી અને માંજલપુર તેમજ કારેલીબાગ સિટી વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આ વર્ષે નવરાત્રી બગાડશે વરસાદ. ગુજરાત તરફ આવી રહ્યું છે ભારે તોફાન. જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*