જાણો વાવાઝોડુ આવે ત્યારે લગાવવામાં આવતા અલગ અલગ સિગ્નલ શું કહેવા માંગે છે

વાવાઝોડાની પરિસ્થિતિમાં અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે…

વાવાઝોડાની પરિસ્થિતિમાં અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી ખૂબજ રસપ્રદ છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. ત્યારે આવો સમજીએ વિવિધ પ્રકારના સિગ્નલના અર્થને.

૧. નંબરનું સિગ્નલ

સંભવિત વાવાઝોડાની ચેતવણી

૨. નંબરનું સિગ્નલ

વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે

૩. નંબરનું સિગ્નલ

સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે

૪. નંબરનું સિગ્નલ

વાવાઝોડાથી બંદર ભયમાં છે.પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.

૫. નંબરનું સિગ્નલ

થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદરમાં ભારે હવા ફૂંકાઇ તેવી શકયતા છે.

૬. નંબરનું સિગ્નલ (ભય)

થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.

૭. નંબરનું સિગ્નલ (ભય)

પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થાય તેવી શકયતા જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.

૮. નંબરનું સિગ્નલ (મહાભય)

ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગે તેવી શકયતા જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય.

૯. નંબરનું સિગ્નલ (મહાભય)

ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવી શકયતા જેથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.

૧૦. નંબરનું સિગ્નલ (મહાભય)

ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે

૧૧. નંબરનું સિગ્નલ (મહાભય)

ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *