ડભોલી પોલિસ સ્ટેશન વિસ્તારમાં દારુ જુગારના અડ્ડાઓનો રાફડો ફાટ્યો, પિધલાઓથી રાહદારીઓ ત્રાહિમામ

ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે. પરંતુ દારૂના રસિયાઓ અને દારૂ પૂરું પાડવા માટે બુટલેગરો પોલીસની રહેમરાહ હેઠળ ધમધોકાર દારૂનો વેપલો કરી રહ્યા છે. દમણ…

ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે. પરંતુ દારૂના રસિયાઓ અને દારૂ પૂરું પાડવા માટે બુટલેગરો પોલીસની રહેમરાહ હેઠળ ધમધોકાર દારૂનો વેપલો કરી રહ્યા છે. દમણ ને અડીને આવેલા સુરતમાં દેશી વિદેશી દારૂના વેચાણ કેન્દ્રો જાણે રાશન વિતરણ કરતા હોય એમ ચાલી રહ્યા છે. છેલ્લા એક વર્ષ માં ત્રણ થી ચાર વખત સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે ચડેલા સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂના અડ્ડાઓ પર બ્રેક લગાવવામાં નિષ્ફળ રહ્યા છે. મસમોટા જથ્થો પકડાવા છતાં આ વિસ્તારના ડી સ્ટાફના માણસો ફેરવવામાં આવ્યા નથી જાણે કે આ માણસો જ દારૂના વેપારીઓ પાસે ઉઘરાણી કેમ ન કરતા હોય.

સીંગણપુર પોલીસ સ્ટેશનના આંબા તલાવડી વિસ્તારમાં દરરોજ પિધલાઓ દારુ પિયને જાહેર રસ્તા પર પડ્યા રહે છે. કેટલાક પિધલાઓ તો રસ્તા પર જ ચોવીસ કલાક સૂતા રહે છે, દિવસમાં કેટલીય વાર પોલીસ ની ગાડીઓ અહીંયાથી નીકળતી હોવા છતાં બુટલેગરોને વેપારમાં નુકસાન ન જાય એ માટે પોલીસ પણ જાણે કાઈ ન કરતી હોય એ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ડભોલી પોલીસ સ્ટેશનનો એક પોલીસ કર્મી સ્થાનિક ધારાસભ્યની રહેમરાહ હેઠળ સતત ઉઘરાણા ના કામ કરી રહ્યો છે. એક પણ વખત દારૂ પકડાવવા છતાં આ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી નથી. આમ રાજકીય પનાહ લઈને સતત પોતાને અને પોતાના અધિકારીઓને ગુલાબી ચખાડીને દારૂનો ધંધો કરતા બુટલેગરોને પ્રોટેક્શન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *