માતાએ બાળકોની મસ્તીથી કંટાળીને આપ્યો ઠપકો અને પતિએ કરી પત્નીની હત્યા- ચાર સંતાનો થયા માતા વિહોણા

Published on: 2:04 pm, Tue, 22 June 21

જયારે માણસનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી જાય ત્યારે તે પોતાનું સંતુલન ગુમાવી દે છે અને ક્યારેક આજ આવેશમાં હત્યા પણ કરી નાખે છે. અને ગુસ્સો શાંત થયા બાદ તેમની પાસે માત્ર પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. આવો જ એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે જેમાં ડુમકા ખાતે પરિણીતાએ પોતાના બાળકોને મસ્તી કરવા મામલે ઠપકો આપી થપ્પડ મારતા પતિએ ઉશ્કેરાઈને માથાના ભાગે લાકડાના ફટકા મારી દેતા ચાર સંતાનની માતાનું કરુણ મોત નીપજ્યું.

૨ 8 » Trishul News Gujarati Breaking News dahod, gujarat, દાહોદ

મળતી માહિતી મુજબ, ડુમકાના રહેવાસી વિક્રમભાઈ ઉર્ફે લાલાભાઈ પસાયાના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં દેવગઢબારીયા તાલુકાના પુવાળાની મીનાબેન સાથે થયા હતા. સુખી દામ્પત્યજીવનમાં દંપતીને ત્યાં એક પુત્રી અને ત્રણ પુત્રોએ જન્મ લીધો હતો.

જાણવા મળ્યું છે કે, ખેતી અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાં બાળકો ઘરમાં મસ્તીમાં મસ્ત હતા અને તેમના તોફાન મસ્તીથી કંટાળીને મીનાબેને બાળકોને શાંત કરવા માટે થપ્પડ મારી દેતા ઘરમાં હાજર પતિ રોષે ભરાઈ ગયા હતા. અને મીનાબેન સાથે મારપીટ કરી નજીકમાં પડેલ લાકડાના ફટકા માથાના ભાગે મારી દેતા મીનાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

1 16 » Trishul News Gujarati Breaking News dahod, gujarat, દાહોદ

આ દરમિયાન પત્નીને મૃત્યુ પામેલી જોઈ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ ધાનપુર પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મીનાબેનના પિયરમાં જાણ કરતા પરિવારજનો ડુમકા ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના પિતાની ફરિયાદના આધારે ધાનપુર પોલીસ દ્વારા વિક્રમ ઉર્ફે લાલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના સમયમાં આરોપી પતિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.