ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને મામાને ઘરે બોલાવીને.., જાણો ગુજરાતની આ ફિલ્મી કહાની 

Published on: 1:27 pm, Fri, 4 June 21

આજકાલ વધતી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાની ઘટના સામે અવી છે જેમાં એક ભાણાએ જ મામાની હત્યા કરી. દાહોદના ગલાલિયાવાડ ખાતે રહેતા શ્યામ પારગીનો મૃતદેહ ગઈ મોડી સાંજે મુવાલીયા ખાતેના તળાવમાંથી મળી આવ્યો હતો.

શ્યામને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર ઇજા નિશાન જોવા મળતા મૃતકના પિતા દ્વારા હત્યાનો આશંકાએ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે હત્યાની શંકા તરફ તપાસ કરતા દાહોદ એલ.સી.બી અને એસ.ઓ.જી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.

dahod mama murder case 3 - Trishul News Gujarati Breaking News dahod, gujarat, દાહોદ

આ અંગે પોલીસને ટેક્નિકલ, હ્યુમન સોર્સ અને બતમીદારોના આધારે માહિતી મળી હતી કે, મૃતકનો ભાણેજ અર્જુન નીનામાં અવારનવાર શ્યામના ઘરે આવતો હતો અને અર્જુન જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે શ્યામ પણ વાતચીત કરતો અને મળતો હતો. આ બાબતને લઇને શ્યામ અને અર્જુન વચ્ચે અનેકવાર ઝગડો પણ થતો હતો.

માહિતી મળતા જ પોલીસ દ્વારા અર્જુન નીનામાની અટકાયત કરી કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેથી અર્જુને ગુનો કબુલ કરી લીધો હતો. અર્જુન અને શ્યામ વચ્ચે એક જ છોકરીના પ્રેમ સબંધને લઈને બોલાચાલી થઈ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ અર્જુને શ્યામની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. અને બનાવના દિવસે અર્જુનનો જન્મદિવસ હતો.

dahod mama murder case 2 1 - Trishul News Gujarati Breaking News dahod, gujarat, દાહોદ

માટે જન્મદિવસની ઉજવણીના બહાને અર્જુને મામાને પોતાના ઘરે બોલાવ્યા હતા અને મોટરસાયકલ ઉપર રાબડાળ લઈ ગયો હતો. ત્યાંથી મુવાલીયા તળાવ ઉપર લઈ જઈ તળાવની પાળ ઉપરથી શ્યામને પાણીમાં ધક્કો મારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન જયારે મૃતક બચવા માટે પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે અર્જુને માથામાં પથ્થરો વડે ઘા કરી શ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ દ્વારા આરોપી અર્જુનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.