મોટર્સના શોરૂમમાં ચોરી કરી ચોર ફરાર- ચિઠ્ઠી મુકીને ગયો અને લખ્યું કે, ‘તેવડ હોય તો પકડીને બતાવો’

Theft in Dahod: ગુજરાત રાજ્યમાં તસ્કરો એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપીને આંતક ફેલાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં હવે તો પોલીસને ખુલ્લો…

Theft in Dahod: ગુજરાત રાજ્યમાં તસ્કરો એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપીને આંતક ફેલાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં હવે તો પોલીસને ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે. ઘરે આ બધા વચ્ચે હવે તસ્કરોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ બેક ઓફ બની ચોરીની વારદાતને ખુલેઆમ અંજામ આપી રહ્યા છે. ત્યારે આવી જ એક ચોરીની ઘટના દાહોદ (Dahod)થી સામે આવી છે. જેમાં ચોરી (Theft) ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી મૂકી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મે હુ ચોર. નાથુભાઈ નિનામા.’ સાથે જ આ ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખી અપશબ્દો લખીને ચિઠ્ઠી ચોંટાડી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી ચોર ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઝાલોદ પોલીસ સ્ટેશનની સામે બાંસવાડા રોડ પર રાજ મોટર્સ શોરૂમ ના તાળા તોડી તસ્કરોએ શોરૂમમાંથી મોબાઇલ, ટેબલેટ, સિલક ના રોકડ 60000 તેમજ શોરૂમમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર સેટ પણ આ તસ્કરોએ છોડ્યું ન હતું અને લઈને ફરાર થઈ ગયા હતા.

જોકે મહત્વની વાત તો એ છે કે તસ્કરે ચોરી કરી ફરાર થતાં પહેલા શોરૂમ ના દરવાજે પોલીસને પડકાર ફેંકતી હોય તેવી એક ચિઠ્ઠી ચોંટાડી ફરાર થયા હતા જે ચર્ચાનો વિષય બન્યો છે.

મહત્વનું છે કે તસ્કરોએ ચોરી કરી શોરૂમના દરવાજે પોલીસને પડકાર પ્રત્યે ચિઠ્ઠીમાં લખતા કહ્યું હતું કે, ‘મે હુ ચોર, નાથુભાઈ નિનામા અને ત્યાર પછી નીચે મોબાઈલ નંબર લખ્યો હતો.

સાથે સાથે આ ચિઠ્ઠીમાં અપશબ્દો લખી પોલીસને પડકાર ફેંકતા સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરો દ્વારા ચિઠ્ઠીમાં લખવામાં આવેલો મોબાઈલ નંબર ખોટું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *