રામ રાખે તેને કોણ ચાખે! આંખના પલકારામાં જ મોતને મ્હાત આપતો LIVE વિડીયો થયો CCTVમાં કેદ

Published on: 5:39 pm, Tue, 14 September 21

દાહોદ(ગુજરાત): આજકાલ ગુજરાત(Gujarat)માં અકસ્માત(Accident)ની વધી રહેલી ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં દાહોદ(Dahod) શહેરમાં સોમવારે એસટી બસ અને મોટર સાયકલ(Bike) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જાણવા મળ્યું છે કે, એસટી બસને રોંગસાઈડમાંથી ઓવરટેક કરતી વખતે બાઈક સવાર યુવક બસની નીચે ઘૂસી ગયા બાદ પણ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના હાઈવે પરના CCTVમાં કેદ થઈ હતી.

રામ રાખે તેને કોણ ચાખે!
મળતી માહિતી મુજબ, દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર સ્માર્ટ સીટીના બોર્ડ પાસે રોંગસાઈડમાંથી આવી એસટી બસને ઓવરટેક કરવા જતા એક બાઈક સવાર એસ.ટી.બસની આગળ આવી ગયો હતો. બસ સાથે બાઈકની ટક્કર થતા ચાલક બસની નીચે ઘૂસી ગયો હતો જ્યારે તેનું બાઈક અથડાઈને દૂર સુધી ફંગોળાઈ ગયું હતું. જોકે, ચાલક ગણતરીની સેકન્ડમાં જ બહાર આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માતના પગલે સૌ કોઈના જીવ અદ્ધર થયા
જે રીતે અકસ્માત સર્જાયો હતો તેને જોતા એસટી બસના ચાલક અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. એસટી બસ ચાલક તો તેની સાઈડમાં જ આવી રહ્યો હતો. પરંતુ, સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બાઈક સવાર રોંગસાઈડમાંથી આવી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાઈકને ટક્કર લાગ્યા બાદ તરત જ બસના ચાલકે બ્રેક મારી દેતા બસ નીચે ઘૂસી ગયેલા યુવકનો જીવ બચી ગયો હતો.

ઘટનાની CCTV ટોક ઓફ ધી ટાઉન બન્યા
દાહોદમાં બનેલી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી વિડીયો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.