ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આ દેશમાં બળાત્કારીને નહિ પરતું બળાત્કારથી પીડાતી મહિલાઓને સજા મળે છે- જાણો કેમ કહેવા પડે છે આવા આકરા શબ્દો

ભારત દેશમાં બળાત્કારની ઘટના આમ વાત બની છે. અવારનવાર બળાત્કારની ઘટનઓ સામે આવતી રહે છે. પરતું ભાગ્યેજ ક્યારેક બળાત્કારી વિરુદ્ધ કાર્યવાહી થઇ હોય. કાયમ માટે બળાત્કારની ઘટનામાં યુવતીઓ અને મહિલાઓ જ પીડાઈ છે, જેને દુષ્કર્મ આચર્યું હોય તે બિંદાસ બહાર ફરી રહ્યો હોય છે. અહિયાં પણ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ આત્મહત્યા કરી પોતાની જાતને સજા આપી છે.

બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષીય દલિત યુવતીએ તારાર પ્રદેશના લખીમપુર ઘેરીમાં આત્મહત્યા કરી હતી. આ ઘટના રવિવારની છે. યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે પીડિતાના સબંધીઓ પીડિતાને ધમકાવી રહ્યા હતા. આ કેસમાં આરોપીની ધરપકડ 7 જુલાઈએ કરવામાં આવી છે. ત્યારથી તે જેલમાં છે.

ઇંગ્લિશ વેબસાઇટ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે, પીડિતાની સ્યુસાઇડ નોટ પર કાર્યવાહી કરતાં પોલીસે માતા-પિતા અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમના દબાણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

અગાઉ લખીમપુર ખેરી પોલીસે પીડિતાની ફરિયાદના આધારે 28 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આ વ્યક્તિએ લગ્નના બહાના બનાવીને તેની સાથે જાતીય શોષણ કર્યું હતું.

સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓનાં નિવેદનના આધારે, ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે જૂન મહિનામાં પીડિતાએ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 6 376 અને એસસી / એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. રવિવારે પોલીસને બાતમી મળી હતી કે યુવતીએ આત્મહત્યા કરી છે. પોલીસે ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં યુવતીએ લખ્યું છે કે આરોપીના પરિવાર દ્વારા ત્રાસ આપ્યા બાદ તે આ પગલું ભરી રહી છે.

પીડિતાએ એમ પણ લખ્યું છે કે તે દલિત છે અને આરોપીએ તેને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી. પીડિતાએ દાવો કર્યો હતો કે તેણે પણ ગર્ભપાત કરાવવું પડ્યું હતું, પીડિતાએ લખ્યું હતું કે હવે તે સમાજમાં બહાર નીકળી શકશે નહીં. મહિલાએ પોતાની સ્યુસાઇડ નોટમાં 6 લોકોને  કારણભૂત જણાવ્યા છે.

પોલીસે તમામની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ 20 જૂને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આરોપીએ તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં તે પીછેહઠ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: