ગુજરાતના આ 40 ડેમો ભારે વરસાદથી છલકાયા. જાણો કયા પુર આવવાની શક્યતાઓ છે ? જાણો અહીં

TrishulNews.com

હાલ ગુજરાતમાં ભારે વરસાદ પાડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસ પહેલા ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગુજરાતના બધાજ ડેમો છલકાઈ ગયા છે. જેના કારણે લોકોમાં ભય ઉત્પન્ન થયો છે. અને લોકો વિચારી રહ્યા છે કે જો પુર આવશે તો શું કરીશું ? તો જાણો કે શું તમારા વિસ્તારમાં પાણી આવશે કે નહિ ?

ચોમાસાની ઋતુ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે તારીખ 16 ઓગસ્ટ-2019 સવારે 8.00 કલાકની સ્થિતિએ સરેરાશ 86% વરસાદ પડ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 32 જળાશયો 25 થી 50% વચ્ચે ભરાયા છે. જ્યારે 40 જળાશયો છલકાયા છે. 34 જળાશયો 70 થી 100% તેમજ 28 જળાશયો 50 થી 70% વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 79.01% ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયના કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 100% વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

ગુજરાત રાજ્યમાં હાલ ના સમયમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 1,02,410, કડાણામાં 1,60,294, વણાકબોરીમાં 1,00,198 ઉકાઇમાં 55,205 , ધરોઇમાં 12,500 દમણગંગામાં 9,954, કરજણમાં 5,920 ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 21.22%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88.51%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77.37%, કચ્છના 20 જળાશયોમાં 57.70% અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 51.01 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 67.53% એટલે 3,75,931 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

Loading...

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 1327730 એમસીએફટી (19.56%), મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 7297598 એમસીએફટી (88.03%), દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 2,42,685.09 એમસીએફટી (79.68%) તથા કચ્છના 20 જળાશયોમાં 6,719.39 એમસીએફટી (57.26%) અને સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 44,431.92 એમસીએફટી (49.58%) જળસંગ્રહ થયો છે.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.