પેટ્રોલ મોંઘુ થતા લબરમૂછિયા મોજશોખ પુરા કરવા ચડ્યા ચોરીના રસ્તે- વિડીયોમાં જુઓ કેવી રીતે બાઈકની ટાંકી કરી ગયા ખાલી

પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થતો હોય છે. તેમજ અંતરરાષ્ટ્રીય ભાવમાં પણ સતત વધારો થાય છે.…

પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થતો હોય છે. તેમજ અંતરરાષ્ટ્રીય ભાવમાં પણ સતત વધારો થાય છે. ત્યારે આ મોંઘા ભાવના પેટ્રોલ સામેની પરિસ્થિતિમાં એક પેટ્રોલ ચોરનો કિસ્સો સામે આવ્યો છે. પેટ્રોલ મોંઘુ થતા જુવાનીયાઓ મોજશોખ પુરા કરવા પેટ્રોલની ચોરી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ સામે આવી રહ્યા છે.

નાગપુરમાંથી એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક પેટ્રોલ ચોરનો છે પણ તે ચોર પેટ્રોલ ચોર ડાન્સ કરીને પેટ્રોલની ચોરી કરે છે. સામાન્ય રીતે ચોરો અને લૂંટારુઓ હથિયારો વડે ઘટનાઓને અંજામ આપે છે, પણ આ ચોર એકદમ અલગ અંદાજમાં આવે છે.

આ ચોર નાચતો નાચતો આવે છે અને ચોરી કર્યા બાદ ત્યાંથી ભાગી જાય છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચોર ડાન્સ કરતો પણ નજરે પડે છે. આ વાયરલ વીડિયો નાગપુરના જયતાલા વિસ્તારનો છે, જ્યાં ચોર શ્રી કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં ઘુસ્યો હતો. એપાર્ટમેન્ટની દીવાલ ઉપરથી કુદીને પાર્કિંગમાં પ્રવેશ્યા બાદ તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું.

તેણે અહીં પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું. ચોરે પેટ્રોલની પેહલી બોટલ ભર્યા બાદ એપાર્ટમેન્ટની બહાર ઉભેલા બીજા વ્યક્તિને આપી હતી. તેના સાથીને પેટ્રોલની બોટલ આપ્યા બાદ તે બાઇક પાસે પાછો ફર્યો અને ફરી એકવખત પેટ્રોલ ચોરતી કરતી વખતે ડાન્સ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *