હાલમાં જ બહાર ફરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર વાંચી લેજો, નહીતર…

ડાંગ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી થશે. ડાંગ જિલ્લાના તમામ…

ડાંગ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી થશે. ડાંગ જિલ્લાના તમામ તળાવ, નદીઓ અને નાના મોટા ધોધ ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન થતા અકસ્માતો ઘટે તે માટે અને લોકોની સલામતી માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, હાલમાં ચોમાસુ છે ત્યારે લોકો જ્યારે એક બાજુ કોરોના કેસોમાં ઘટાડો થયો છે. ત્યાં તો સરકારે થોડીક છૂટછાટ આપતા જ લોકો હવે દક્ષિણ ગુજરાત તરફ ફરવા નીકળી પડ્યાં છે. કુદરતી સૌંદર્ય માણવા માટે લોકો ડાંગના આસપાસના વિસ્તારોમાં આવી પહોંચ્યા છે. વળી, ચોમાસાની ઋતુમાં સાપુતારા તો પર્યટકોનું ફેવરિટ સ્થળ છે.

ચોમાસામાં ચારે બાજુનું વાતાવરણ હરિયાળી ભર્યું થઇ જતા નદીઓના પ્રવાહ તેમજ ઝરણાંઓએ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે આવાં સ્થળોએ લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે.

કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં જ સરકાર ચેતવણી દાખવવા જઇ રહી છે. ત્યારે ડાંગ જિલ્લા એક અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં ઉલેખવામાં આવ્યું છે કે, સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *