ખતરો હજુ ટળ્યો નથી: કોરોના બાદ અત્યંત ખતરનાક વાયરસનો ભારતમાં પ્રવેશ, રાજ્યમાં નોંધાયા કુલ આટલા કેસ 

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

દેશમાં હજુ પણ ખતરો ટળ્યો નથી. હજુ કોરોના ગયો નથી ત્યાં તો દેશમાં નવા વાયરસે એન્ટ્રી લઇ લીધી છે. કોરોનાની મહામારી વચ્ચે દેશમાં ઝીકા વાયરસના 13 કેસ મળી આવ્યા છે. ગુરુવાર એટલે કે ગઈકાલે કેરળમાં એક સાથે 13 ઝીકા વાયરસના કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેરળના તિરુવનંતપુરમાંથી લીધેલા સેમ્પલોને તપાસ માટે પુણે સ્થિત આવેલ નેશનલ ઇઁન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી માં મોકલવામાં આવ્યા હતા અને જે તપાસમાં ઝીકા વાયરસ હોવાનું સાબિત થયું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) અનુસાર, એડીસ મચ્છરનાં કરડવાથી ઝીકા વાયરસ ફેલાય છે. જે દિવસ દરમિયાન વધુ માત્રામાં કરડે છે. આ વાયરસ સૌ પ્રથમ વખત 1947 માં યુગાન્ડાના વાંદરાઓમાંથી મળી આવેલ હતો. ત્યારબાદ 1952 માં તાન્ઝાનિયા અને યુગાન્ડાના માનવોમાં જોવા મળ્યા હતા. આફ્રિકા, એશિયા, અમેરિકા પેસિફિક આઇલેન્ડ્સમાં ઝીકા વાયરસ જોવા મળ્યો હતો.

ઝીકા વાયરસનો ઇન્ક્યૂબેશન પિરિયડ 3 થી 14 દિવસ સુધીનો હોય છે પરંતુ મોટાભાગનો લોકોમાં કોઈ પણ પ્રકારના વાસ્તવિક લક્ષણો જોવા મળતા નથી. જયારે કેટલાક લોકોમાં માથાનો દુખાવો, તાવ, ફોલ્લીઓ, માંસપેશીઓ અને સાંધાના દુખાવાની ફરિયાદ સામે આવી હતી. ઝિકા વાયરસ ગુલિયન બેરી સિન્ડ્રોમનું એક મહત્વનું કારણ બને છે. આ ઝીકા વાયરસ નવજાત શિશુમાં પણ જન્મજાત ખામીનું પણ કારણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *