દીવા તળે અંધારું: રૂપાણીના વતનમાં જ થઈ રહેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો

રાજકોટમાં પત્રકારોને ચેક આપવા મામલે વિપક્ષ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના લોકતંત્ર માટે અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે.…

રાજકોટમાં પત્રકારોને ચેક આપવા મામલે વિપક્ષ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના લોકતંત્ર માટે અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ભાજપ સરકાર પોતાના ગોરખધંધા છૂપાવવા માટે જ પૈસા વાપરે છે. અને જાહેરાતો પાછળ બેફામ સરકારી નાણાનો દુરુપયોગ કરવામાં આવે છે. તંત્રને ઉત્સવો માટે નાણા ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. ભાજપ સરકારમાં સેવા સદન મેવા સદન બની રહ્યાં છે.

રાજકોટમાં આવું બને તે શરમજનક 

રાજકોટમાં કલેક્ટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેક આપવાના મામલે કોંગ્રેસને ભાજપને ઘેરવાનો સારો મોકો મળી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા કલેક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. લલિત કગથરાએ કહ્યું કે કલેકટર દ્વારા કાદેયસરની પત્રકારોને લાંચ આપવામાં આવી છે. એટલે કલેક્ટર સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ. લાંચ લે અને લાંચ આપે તે તમામ ગુનેગાર છે. પત્રકારોને લાંચ આપવી તે ફોજદારી ગુનો બને છે. તેઓએ વધુમાં કહ્યું કે રાજકોટમાં આવું બને તે ખુબ શરમની વાત છે. ઉજવણીના નામે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. અને ખોટા ખર્ચા કરવામાં આવે છે. ત્યારે સમગ્ર મામલે તપાસ થવી જોઇએ.

સંઘમાંથી 5 લાખનો ચેક કલેક્ટર તંત્રને આપવામાં આવ્યો હતો

રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ જણાવ્યું હતું કે, ‘પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે કલેક્ટર તંત્રએ ડેકોરેશનનો ખર્ચ કરવા માટે ફંડ માગ્યું હતું, આથી રાજકોટ ડેરીએ 5 લાખ રૂપિયાનો ચેક કલેક્ટર તંત્રને આપ્યો હતો. આ રકમ કલેકટર તંત્ર એ ક્યાં વાપરી તેના વિષે મને કોઈ જાણકારી નથી.’ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નીતિન ઢાંકેચાએ જણાવ્યું હતું કે ‘26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે મહિલા સંમેલન, યુવા સંમેલન અને ખેડૂત સંમેલન માટે કલેક્ટર તંત્રે ફંડ માગ્યું હતું, તેથી સંઘમાંથી 5 લાખનો ચેક કલેક્ટર તંત્રને આપવામાં આવ્યો હતો. હવે આ રકમ તેમણે ક્યાં વાપરી તેનો હિસાબ અમે માગ્યો નથી.’ જસદણ યાર્ડના ચેરમેન અરવિંદ તાગડિયાએ કહ્યું હતું કે, ‘અમારી પાસેથી પ્રજાસત્તાક પર્વના નામે ફંડ લેવામાં આવ્યું હતું. અમે રૂ. 1 લાખનું ફં‌ડ આપ્યું છે. હવે એ રકમ ક્યાં કામ માટે વપરાઈ છે, ક્યાં વપરાઈ છે તે અમને ખબર નથી.’ અતુલ ઓટોના નિરજ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી કે પ્રજાસત્તાક પર્વમાં અમે ફંડ આપ્યું છે કે નહીં. હું એચઆરનો સંપર્ક સાધીને કેટલુ ફંડ આપ્યું છે તે વિગત જાણીને કહું છું’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *