હોટલમાં રાત્રી ભોજન કરીને ઘરે પરત ફરી રહેલા પિતા અને પુત્રીને નડ્યો ગંભીર અકસ્માત- દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત

હાલમાં અકસ્માતના વધતા કેસોમાં હાઇવે પરથી હિટ એન્ડ રનની દુર્ધટના સામે આવી છે. હોટેલમાં જમીને ઘરે પરત ફરી પહેલાં પિતા-પુત્રીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા…

હાલમાં અકસ્માતના વધતા કેસોમાં હાઇવે પરથી હિટ એન્ડ રનની દુર્ધટના સામે આવી છે. હોટેલમાં જમીને ઘરે પરત ફરી પહેલાં પિતા-પુત્રીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દીકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પિતા આનંદભાઈ ટંડેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

હોટેલમાં જમીને પરત ફરતાં સર્જાયો અકસ્માત
આનંદભાઈ ટંડેલ તેમની દીકરી રિશીકા ટંડેલ સાથે હાઇવે ઉપર જમવા ગયા હતા. પારનેરની હોટલમાં જમીને આનંદભાઈ તેમની બુલેટ ઉપર તેમની દીકરી સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે આનંદભાઈની બુલેટને ટક્કર મારતા આનંદભાઈ અને રિશીકા બુલેટ પરથી રોડ ઉપર પટકાયા હતા.

108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે
પાછળથી આવતા અન્ય વાહન નીચે રિશીકાનું માથુ આવી જતા રિશીકાનું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ 108 અને રૂરલ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીકરીની લાશને પોસ્ટમોર્ટમ માટે અને ઇજાગ્રસ્ત આનંદભાઈને 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે દિપક મંગળભાઈ ટંડેલે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી અને પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *