‘સોરી પાપા, સુનીલના કારણે…’ સુસાઈડ નોટ લખીને રાજકોટની યુવતીએ ટુંકાવ્યું જીવન

Published on: 4:28 pm, Sat, 14 May 22

રાજકોટ(Rajkot): આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. જેના કારણે આપઘાતના કેસોમાં ખુબ જ વધરો થતો જોવા મળી રહ્યો છે. એવામાં વધુ એક આપઘાતની ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં રાજકોટ શહેરના નાણાવટી ચોક(Nanavati Chowk) પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટી (Harsiddhi Society)માં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇટ નોટમાં દીપાલીએ સુનીલ નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. હાલ આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે સુનીલને શોધવાની તાજવીજ પણ હાથ ધરી છે. ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

6 10 - Trishul News Gujarati Harsiddhi Society, Nanavati Chowk, rajkot, University Police

આ સિવાય યુનિવર્સિટી પોલીસને મળી આવેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, “હું સુસાઈડ કરું છું. મને સુસાઈડ માટે મજબૂર સુનીલ કુકડીયાએ કરી છે. એને મને ગારું આપી છે. મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા- દિપાલી.”

7 7 - Trishul News Gujarati Harsiddhi Society, Nanavati Chowk, rajkot, University Police

પોલીસે સુનીલ સામે ગુનો નોંધ્યો:
આ મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો હતો તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર મળી રહ્યા છે. તપાસના અંતે સમગ્ર હકીકત સામે આવશે.

8 4 - Trishul News Gujarati Harsiddhi Society, Nanavati Chowk, rajkot, University Police

પ્રેમ સંબંધ હોવાની ચર્ચા:
એવું પણ જાણવા મળ્યું છે કે, એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનીલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ કેસમાં હાલ પોલીસે તપાસ આરંભી છે. તેમજ સુનીલને પણ પોલીસ શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.