ખુબ લાંબા સમય બાદ આ દિગ્ગજ કલાકારની થઈ રહી છે ધમાકેદાર વાપસી, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોનાં ચાહકોમાં છવાયો આનંદનો માહોલ

આપણા સૌનો જાણીતો ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું છેલ્લા 12 વર્ષથી મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં સૌથી વધારે પસંદ આવનાર પાત્ર…

આપણા સૌનો જાણીતો ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું છેલ્લા 12 વર્ષથી મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં સૌથી વધારે પસંદ આવનાર પાત્ર જેઠાલાલ અને દયાબેન છે. આ શોએ ચાહકોને મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર બાકી રાખી નથી. ટીઆરપી ચાર્ટમાં આ શોએ ટોપ 5માં પોતાની જગ્યા બનાવી રાખી છે.

આ દરમિયાન તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબર સામે આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી દયાબેન આ શોમાંથી ગાયબ  છે. દર્શકો દયાબેનના પરત આવવાની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે દર્શકો માટે ખુશખબર મળી છે કે, દયાબેન આ શોમાં પરત આવી રહ્યા છે. આ વાતની પુષ્ટી દયાબેનના ભાઈ સુંદરલાલ દ્વારા કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, જેઠાલાલના સાળા સાહેબ સુંદરલાલે દયાબેનની ઘરવાપસીને લઈને આ સમચારની પુષ્ટી કરી છે. જેને સાંભળીને ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. સુંદરલાલ પોતાની સાથે દયાબેનના પરત ફરવાના સમચાર લઈને આવ્યો છે. જેઠાલાલને સુંદરલાલે જણાવ્યું હતું કે, તેણે નવો રિયલ સ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. તેની સાથે જ તે જેઠાલાલને દયાબેનનો લખેલો એક પત્ર આપે છે. જેમાં તેના પરત ફરવાની વાતને લઈને પુષ્ટી કરવામાં આવી છે.

દયાબેનની વાપસીના સમાચાર સાંભળીને જેઠાલાલ ઈમોશનલ થઈ જાય છે. લાગે છે કે, શોમાં નવું ટ્વિસ્ટ આવશે. ઉલ્લેખનિય છે કે, દયાબેનની હંસી અને ડાયલોગ દર્શકોનું મનોરંજન કરે છે. દર્શકોની વચ્ચે તેનું પાત્ર ખુજ જાણીતું છે. લોકો આ પાત્રને ખુબ જ પ્રેમ કરે છે. શોમાં દયાબેન જેઠાલાલના પત્નિનું પાત્ર ભજવતા હતા. પરંતુ તેના ઘરે બાળક થતા તેમના દ્વારા આ શોને છોડવામાં આવ્યો હતો. વચ્ચે સમાચાર આવ્યા હતા કે, શોના નિર્માતા સાથે ફીને લઈને દયાબેનનો વિવાદ ચોલી રહ્યો છે. આ બાદ તે બીજા દયાબેન શોધી રહ્યા છે. જોકે, આ વાતને લઈને કોઈ સત્તાવાર નિવેદન કે જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *