વિલિયમ્સનનો કેચ છોડતા ઋષભ પંત પર ભડક્યો અશ્વિન- ચાલુ મેચમાં થઈ જોવા-જેવી, વિડીયો થયો વાયરલ

Published on: 12:32 pm, Thu, 23 September 21

થોડા દિવસ પહેલા જ IPL (Indian Premier League) ની શાનદાર રીતે શરુઆત થઈ ચુકી છે ત્યારે IPL-14 ફેઝ-2માં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો હોય એવું લાગી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં પણ દુબઈમાં હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી (Dilhi Capitls) વચ્ચે મેચ રમાઈ હતી.

જેમાં હૈદરાબાદે ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગ કરતા 134 રન કર્યા હતા. જો કે, આ મેચની પહેલી ઈનિંગની જ વાત કરવામાં આવે તો સ્ટેન્ડ્સમાં બેઠેલા પોન્ટિંગથી લઈને કોમેન્ટ્રી કરી રહેલ સુનીલ ગાવસ્કર પણ ખેલાડીઓ પર ગુસ્સે થઈ ગયા હતા. ફક્ત આટલું જ નહીં પણ આ મેચમાં અશ્વિન પણ ભાન ભૂલ્યો હતો. આનાથી સ્પષ્ટપણે જોવા મળે છે કે, IPLનો ક્રેઝ ફક્ત ક્રિકેટ ફેન્સમાં નહીં પણ મેચ રમી રહેલા ખેલાડીથી લઈને દિગ્ગજ ક્રિકેટર્સમાં પણ રહેલો છે.

કેનનો કેચ છૂટ્યો, અશ્વિન પંત પર ભડક્યો:
રવિચંદ્રન અશ્વિન છેલ્લા કેટલાક વર્ષો બાદ વ્હાઈટબોલ ક્રિકેટમાં કમબેક કરવા જઈ રહ્યો છે ત્યારે T-20 વર્લ્ડ કપમાં તેની પસંદગી થયા બાદ આ IPL ફેઝ-2માં તેનું પ્રદર્શન ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11માં સ્થાન મેળવવાની ટિકિટ સમાન રહેશે. હૈદરાબાદ સામેની મેચમાં જ્યારે રિષભ પંતે કેન વિલિયમ્સનનો કેચ છોડ્યો ત્યારે તે ખુબ ગુસ્સે થયો હતો.

અહીં નોંધનીય છે કે, ઈનિંગની 9મી ઓવર અશ્વિન માટે પણ કંઈ ખાસ રહી ન હતી. છેલ્લા બોલ કેન વિલિયમ્સને લૂઝ શોટ મારવા જતા બેટની આઉટ સાઈડ એડ્જ લઈને બોલ વિકેટકીપર પંત પાસે ગયો હતો પણ SRHના કેપ્ટન વિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કરવાના પ્રયાસમાં સરળ કેચ ગુમાવી બેઠયો હતો.

આ સરળ કેચ ગુમાવતા જોઇને રવિચંદ્રન અશ્વિન પણ ખુબ ગુસ્સે થઈ ગયો હતો તેમજ તેની પ્રતિક્રિયાથી સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે, તેના માટે આ વિકેટ કેટલી મહત્ત્વપૂર્ણ હતી. આનો વિડીયો સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

પૃથ્વી શોએ પણ વિલિયમ્સનનો કેચ છોડ્યો, હેટમાયરે બદલો લીધો:
અશ્વિનની ઓવરમાં કેચ ડ્રોપ થયાની બીજી ઓવરમાં વિલિયમ્સનને બીજુ જીવનદાન મળ્યું હતું. આ ઓવર અક્ષર પટેલની હતી જે, જેના ચોથા બોલ પર કેને આક્રમક શોટ મારવાનો પ્રયાસ કરતા શોટ પ્રોપર કનેક્ટ ન થતા પૃથ્વી શો પાસે કેચ ગયો હતો, જે તેણે ડ્રોપ કર્યો હતો. આવું પ્રદર્શન જોઇને રિકી પોન્ટિંગ પણ ખેલાડીઓ પર સ્ટેન્ડ્સમાં બેઠા-બેઠા ખુબ ગુસ્સે થયા હતા.

કેદારે ઓનફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પડકાર્યો, ગાવસ્કર ભડક્યા:
હૈદરાબાદની બેટિંગની સૌપ્રથમ ઈનિંગમાં જ જોવા-જેવી થઈ હતી. કેપ્ટન કેનના બેક ટુ બેક કેચ ડ્રોપ થયા બાદ કેદાર જાધવે DRSનો દુરુપયોગ કર્યો હોવાને લીધે કોમેન્ટ્રી કરી રહેલ ગાવસ્કર પણ ભડક્યા હતા. ઈનિંગની 13મી ઓવર કરવા માટે નોર્ખિયે આવ્યો હતો કે, જેના અંતિમ બોલ પર તેણે કેદાર જાધવ સામે LBW અપીલ કરી હતી કે, જેને ઓનફિલ્ડ અમ્પાયરે આઉટ આપતા કેદાર જાધવે DRS વાપરી કાઢવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.