દેવભૂમિ દ્વારકામાં 80 વર્ષીય વૃદ્ધાને બનાવી હવસનો શિકાર, વૃદ્ધ મહિલાની એવી ખરાબ હાલત કરી કે…

Published on: 12:36 pm, Tue, 15 September 20

દ્વારકાના મીઠાપુર ગામમાં 80 વર્ષની વૃધ્ધા પર દુષ્કર્મની ઘટના ચર્ચામાં આવતા હલચલ મચી ગઈ છે. ૨૫ વર્ષના યુવકે આ દુષ્કર્મનાં પ્રયાસ પછી 80 વર્ષની વૃદ્ધાને મારી નાખવાનો પ્રયાસ કરનારા યુવાનને પોલીસે અમુક કલાકોમાં જ પકડી પાડ્યો હતો. દ્વારકાના મીઠાપુર ગામમાં ગઇ રાતે એક 25 વર્ષના યુવકે 80 વર્ષની વૃધ્ધા પર દુષ્કર્મ ગુજાર્યું. જેના લીધે આજુબાજુ ના બધા વિસ્તારમાં ફિટકારની લાગણી વરસી છે.

મળેલ માહિતી મુજબ આ ૮૦ વર્ષની વૃદ્ધા જ્યારે દ્વારકાના મીઠાપુર સુરજકરાડીના પોલીસ સ્ટેશન પાસે આવેલ બસ સ્ટેશનના પાટીયા પર સુતી હતી, અને ધીમો ધીમો વરસાદ આવતો હતો, અમુક લોકોની અવરજવર હતી, ત્યારે રાતે લગભગ ૧૧:૩૦ વાગ્યાની આજુબાજુ આ 80 વર્ષની વુધ્ધા એકલી હતી.

તે સમયે દ્વારકાના સામળાસરનો જસરાજભા માણેક 25 વર્ષનો યુવાન એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કરવાની કોશિશ કર્યા પછી  તે વૃદ્ધાના જ કપડે તેના ગળે બાંધીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આમાં તે યુવાનને નિષ્ફતા મળતા તે ત્યાં થી ભાગી ગયો. આ અંગેની જાણકારી દ્વારકાના મીઠાપુર ગામના પોલીસને થતા મીઠાપુર ગામના પોલીસના પીઆઈ સ્ટાફ સાથે તેઓ ધટના સ્થળ પર પહોચ્યાં અને તે વૃધ્ધાને તુરંત હોસ્પિટલએ લઇ ગયા હતા. ડોકટરોએ વધારે સારવાર માટે તેમને જામનગર મોકલ્યા હતા.

ત્યાં વૃદ્ધાની સારવાર ચાલી રહી છે. વૃદ્ધાની તબીયત સારી છે,તેવું ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું હતુ. દ્વારકાના મીઠાપુર ગામના પોલીસે આરોપીને અમુક જ કલાકોમાં પકડી લીધો હતો. અને કોરોના ટેસ્ટ કરાવી, ટેસ્ટ નેગેટીવ આવવાથી વધારે તપાસ ચાલુ કરી છે. અને તે યુવાનને કસ્ટડીમાં લીધો અને રિમાન્ડ લેવાના પ્રયત્ન ચાલુ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en