જો ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ જાય તો કરો આ પ્રયોગ, જેનાથી…

Published on Trishul News at 4:46 PM, Fri, 28 June 2019

Last modified on June 28th, 2019 at 4:46 PM

માણસના જીવનમાં સંબંધનું આગવું મહત્ત્વ હોય છે. એમાંય જ્યારે માણસ પ્રેમમાં હોય કે કોઈકની સાથે રિલેશનશિપ કે લગ્નમાં હોય ત્યારે તેના માટે એક વ્યક્તિ સર્વસ્વ બની જતી હોય છે. જોકે દરેક લગ્ન કે રિલેશનશિપ ટકે જ એવું નથી હોતું. ક્યારેક કોઈક કારણસર કોઈ સંબંધ તૂટી પણ જતો હોય છે.

આવા સમયે માણસનું જીવવાનું અત્યંત મુશ્કેલ થઈ જાય છે અને એકલા પડેલા માણસ પર નિરાશા અને ઉદાસી સવાર થઈ જાય છે. જોકે આવું થવું અયોગ્ય છે કારણ કે ઘણા કિસ્સામાં વ્યક્તિ તેના જીવનની પછડાટમાંથી બહાર નથી આવી શકતી અને આજીવન તે એક દર્દ અને અધૂરાપન સાથે જીવે છે. એટલે આ આકરી સ્થિતિમાંથી બહાર આવવું અત્યંત જરૂરી છે અને એ માટે તમે નીચે પ્રમાણેના પગલાં લઈ શકો છો.

આ માટે સૌથી પહેલા તમારે કેટલીક દુઃખદ ઘટનાઓને ભૂલી જવી જોઈએ અને એમાંથી બહાર આવી જઈને નવું જીવન જીવવા માટે તૈયારીઓ આદરવી જોઈએ. જો સમયસર આવું નહીં કરશો તો તમારા સંબંધની નિષ્ફળતા તમારા પર સવાર થઈ જશે અને તમે સિવિયર ડિપ્રેશનના શિકાર થઈ જશો.

જીવનમાં જ્યારે પણ આવી કોઈક અત્યંત મુશ્કેલ સ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે એ સમયને સ્વીકારી લેવો અને તેને પસાર થઈ જવા દેવો. કપરા સમયમાં ક્યારેય કોઈ પણ પ્રકારે રિઍક્ટ ન કરવું. આવું કરવાથી તમે બીજા સંબંધોને પણ બગાડી શકો છો અને તમારા માટે બીજી મુશ્કેલીઓ નોતરી શકો છો.

આવા સમયે તમારા દોસ્તો અને સ્વજનો સાથે સૌથી વધુ સમય પસાર કરો અને તેમની સાથે અમુક વાતો કરો. મનમાં ને મનમાં બળવા કરતા વાતો શેર કરવાથી તમારું મન ઘણું હળવું થશે. જોકે આ શેરિંગ અત્યંત નજીકના દોસ્ત કે સ્વજન સાથે જ હોય એનું ધ્યાન રાખવું.

છેલ્લે એક બાબત ખાસ યાદ રાખવી કે જો તમારા સંબંધ વિચ્છેદમાં હિંસા આચરવામાં આવી હોય કે દગો થયો હોય તો તમારે યોગ્ય વકીલની સલાહ પણ લેવી અને હિંસાની વિરુદ્ધમાં યોગ્ય પગલાં લેવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જો ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ જાય તો કરો આ પ્રયોગ, જેનાથી…"

Leave a comment

Your email address will not be published.


*