સુરતના યુવકનું ક્રિકેટ રમતા-રમતા મોત, પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતા છવાયો માતમ – ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): બદલાતી જીવન શૈલીને લીધે નાની ઉંમરમાં હાર્ટ એટેક(Heart attack)ના પ્રમાણમાં વધારો થતા સૌ લોકોની ચિંતામાં વધારો થયો છે. જો વાત કરવામાં આવે તો રાજકોટના…

ગુજરાત(Gujarat): બદલાતી જીવન શૈલીને લીધે નાની ઉંમરમાં હાર્ટ એટેક(Heart attack)ના પ્રમાણમાં વધારો થતા સૌ લોકોની ચિંતામાં વધારો થયો છે. જો વાત કરવામાં આવે તો રાજકોટના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું હતું, તો સુરત(Surat)માં પણ આવો જ બનાવ સામે આવ્યો છે. સુરતમાં ક્રિકેટ(Cricket) રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ સુરતના યુવકના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું સ્પષ્ટ કારણ સામે આવશે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે થોડા દિવસ અગાઉ જ કેનેડાથી સુરત આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે તે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, ક્રિકેટ રમીને ઘરે પાછા આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણથવા લાગી હતી.

જેને કારણે તેણે આ અંગે પરિવારને જાણ કરવામાં આવતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને હોસ્પિટલમાં જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પ્રશાંતનું અચાનક મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યાં બાદ યુવકના મોતનું કારણ સ્પષ્ટ થઇ શકશે.

મહત્વનું છે કે, હાલ યુવાનોમાં હાર્ટઍટેકના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. શરદીથી બચવામાં બેદરકારી અને દવાઓ લેવામાં બેદરકારીના લીધે બ્લડપ્રેશરનું સ્તર અચાનક જ વધી જાય છે. જેના લીધે હાર્ટઍટેક અને બ્રેઈન એટેકનો ખતરો વધારે રહે છે. એટલા માટે કાળજી રાખવી ખૂબ જ જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *