મહારાષ્ટ્રમાં 9 લોકોના આપઘાત કેસમાં મોટો વળાંક: ખજાના માટે બોલાવેલા તાંત્રિકે આખા પરિવારને…

મહારાષ્ટ્ર(Maharashtra): 20 જૂને સાંગલી(Sangli) જિલ્લામાં એક જ પરિવારના 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મહૈસલ(Mahisal) ગામમાં રહેતા બે ભાઈઓના પરિવારમાં આ મોત નિપજ્યા હતા. શરૂઆતની…

મહારાષ્ટ્ર(Maharashtra): 20 જૂને સાંગલી(Sangli) જિલ્લામાં એક જ પરિવારના 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મહૈસલ(Mahisal) ગામમાં રહેતા બે ભાઈઓના પરિવારમાં આ મોત નિપજ્યા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરિવાર પર દેવું હતું, તેથી આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી હતી. પરંતુ આજરોજ 9 લોકોના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દ્રારા મળતી નવી માહિતી અનુસાર, પરિવારને તાંત્રિક અને તેના ડ્રાઈવરએ એમ બંને એ સાથે મળીને ઝેર પીવડાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન અને તેના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સુરવશે સાથે 19 જૂને મહૈસલ ગામમાં વનમોરે ભાઈઓના ઘરે પહોંચ્યો હતો. અહીં તાંત્રિકે છુપાયેલો ખજાનો શોધવાની લાલચ આપીને તંત્ર-મંત્રની શરૂઆત કરી હતી.

આ દરમિયાન પરિવારના તમામ 9 સભ્યોને ઘરની છત પર મોકલી દેવામાં આવ્યા હતા. તેણે તેમને એક પછી એક નીચે બોલાવ્યા અને ચા પીવા કહ્યું. બંને ભાઈઓના પરિવાર બાજુના મકાનમાં રહેતા હતા. તેમાંથી એક શિક્ષક અને બીજો પશુચિકિત્સક હતો.

બંને ભાઈઓના પરિવારજનો સામાન્ય રીતે સવારે વહેલા જાગી જતા હતા, પરંતુ તે દિવસે મોડે સુધી બંનેના ઘરના દરવાજા ન ખુલતા ગ્રામજનોને શંકા ગઈ હતી. આ દરમિયાન પડોશીઓએ પરિવારના ઘણા સભ્યોનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કોઈએ ફોન ઉપાડ્યો નહિ, ત્યારે કંઈક અનહોની હોવાની આશંકા પર ઘરની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યોને મૃત જોયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પડોશીઓએ પોલીસને જણાવ્યું કે, પરિવારના સભ્યો આર્થિક સંકડામણના કારણે ઘણા સમયથી તણાવમાં હતા. બંને ભાઈઓએ ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી. આથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, લોન ચૂકવવાના દબાણમાં તેઓએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.

મૃતકોના નામ:
અક્કાતાઈ વનમોર (72)
પોપટ યલ્લાપ્પા વનમોર (52)
માણિક યલ્લાપ્પા વનમોર (49)

સંગીતા પોપટ વનમોર (48)
રેખા માણિક વનમોર (45)
અર્ચના પોપટ વનમોર (30)

શુભમ પોપટ વનમોર (28)
અનિતા માણિક વનમોર (28)
આદિત્ય માણિક વનમોર (15)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *