સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના ઘરેણાંની થઈ ચોરી: પરિવારજનોએ ડોકટરો પર મુક્યો આક્ષેપ

Published on: 2:31 pm, Thu, 8 April 21

હાલમાં કોરોનાની બીજી લહેર એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના કેટલાંક શહેરોમાં તો હોસ્પિટલ તો શું એક બેડ પણ ખાલી નથી પડ્યો. આવી ને આવી સ્તિથી રહી તો રાજ્યના સુરત શહેરમાં કાળ ફરી વળતાં સહેજ પણ વાર નહીં લાગે. હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

સુરતમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવેલ દર્દીના મોત પછી તેણે પહેલી રુદ્રાક્ષની સોનાની માળા પાછી ન આપતા ડોક્ટરોનાં વ્યવહારને લઈ પરિવારજનો દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોનાની ચેન પાછી આપવામાં આવી નથી. દર્દીએ પહેરેલા આભૂષણો અથવા તો અન્ય કોઈપણ વસ્તુ જો તેમને પાછી ન આપે તો ખરેખર ખુબ નિંદનીય બાબત ગણાય.

death of patient during corona treatment in surat not return rudraksha gold - Trishul News Gujarati Breaking News

સારવારને લઈ પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો:
શહેરની ખાનગી હોસ્પિટલમાં 31 માર્ચના રોજ ભરત ત્રિવેદી નામના દર્દી કોવિડની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભરત ત્રિવેદીને કોરોનાના લક્ષણો જણાઈ આવતા તેમણે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો કે, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેથી એમને આગળની સારવાર અર્થે તેમના પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવારને લઈ પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કરતાં જોવા મળ્યા હતાં તેમજ તેમનું મોત પણ થયું હતું. જેથી શોકનો માહોલ ફરી વળ્યો છે.

ફક્ત સોનાની વીંટી જ પરત કરવામાં આવી:
ભરત ત્રિવેદીના પરિવાર સભ્યોએ આરોપ કર્યો હતો કે, જ્યારે મારા પિતા ભરત ત્રિવેદીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમણે રુદ્રાક્ષની સોનાની માળા તથા સોનાની વીંટી પહેરી હતી. ત્યારપછી એમનું મોત થતાં ડોક્ટરોના સ્ટાફે તેમની સોનાની વીંટી જ પાછી આપી છે. જો કે, તેમણે સોનાની રુદ્રાક્ષની ચેઈન પાછી આપવામાં આવી નથી.

ખુબ જ નિંદનીય બાબત કહેવાયઃ પરિવાર
ખાનગી હોસ્પિટલનાં સ્ટાફે આવાં પ્રકારે સારવાર માટે આવેલ દર્દી સાથે કરવામાં આવતો વ્યવહાર એ ખરેખર ખૂબ જ શરમજનક છે. દર્દી તથા પરિવાર હોસ્પિટલના સ્ટાફ તેમજ ડોક્ટરમાં વિશ્વાસ રાખીને સારવાર માટે આવતા હોય છે ત્યારે હોસ્પિટલના માણસો દર્દીએ પહેરેલા આભૂષણો તેમને પાછાં ન આપે તો ખરેખર ખુબ જ નિંદનીય બાબત કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.