ઈટલીમાં કોરોના વાયરસથી એક દિવસમાં રેકોર્ડ બ્રેક આટલા લોકો નું મૃત્યુ, દુનિયાના 2.6 અબજ લોકો લોકડાઉન

ઇટલીમાં કોરોના વાયરસના કારણે મંગળવારે 743 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેની સાથે જ બે દિવસમાં સંક્ર્મીતોની સંખ્યામાં વધારો થવાથી મહામારી પર કાબૂ મેળવવાની આશાને…

ઇટલીમાં કોરોના વાયરસના કારણે મંગળવારે 743 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેની સાથે જ બે દિવસમાં સંક્ર્મીતોની સંખ્યામાં વધારો થવાથી મહામારી પર કાબૂ મેળવવાની આશાને પણ ઝટકો લાગ્યો છે.

ઇટલીમાં કોરોના વાયરસની મહામારી શરૂ થયા બાદ મંગળવાર બીજો એવો દિવસ છે જ્યારે સૌથી વધારે મૃત્યુ થયા છે. પરંતુ નાગરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે સોમવારે આવેલા નવા કેસના આધારે એવું લાગી રહ્યું છે કે સંક્રમણ દર ઘટી રહ્યો છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 16,961 પર પહોંચી ગઈ છે. AFPના આધિકારિક સૂત્રો પાસેથી આંકડા મેળવવામાં આવ્યા છે જે મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસનો પહેલો કેસ ચીનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સામે આવ્યો હતો ત્યારથી 175 દેશોમાં 3,86,350 થી વધારે કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે સ્પેનમાં હૈયુ હચમચાવનારો મામલો સામે આવ્યો છે.હોસ્પિટલોને સંક્રમણ મુક્ત કરવા ગયેલા સૈનિકો એ લોકોને ગંદકી અને તે સંક્રમિત ક્લાસ વચ્ચે રહેતા જોયા, જેમના વિષે શંકા છે કે તેમનું મૃત્યુ કોરોના વાયરસને લીધે થયું છે. આને લઈને ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના લેટેસ્ટ આંકડા જાણવા માટે અહિયાં ક્લિક કરો

રક્ષામંત્રી માર્ગ રીટા રોબલસ એ જણાવ્યું કે વૃદ્ધ લોકોને સંપૂર્ણ રીતે નર્સિંગહોમના હવાલે છોડી દેવામાં આવ્યા છે અથવા તો કોઈકને પોતાની પથારી પર મૃત છોડી દેવામાં આવ્યા છે. અહીંયા ઘણા નર્સિંગ હોમ એવા મળ્યા છે જેમાં લાશોને સાચવનાર કે તેનો નિકાલ કરનાર કોઇ નથી.

આખી દુનિયામાં 2.6 અબજ લોકો lockdown માં

ભારત દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે lockdown ઉપાયોને લાગુ કરવામાં આવ્યા છે તેની સાથે જ આખી દુનિયામાં 2.6 અબજથી વધારે લોકો lockdown ની પરિસ્થિતિ માં આવી ગઈ છે.સંયુક્ત રાષ્ટ્રના અનુસાર વર્ષ 2020માં વિશ્વની વસ્તી 7.5 અબજ છે.વિશ્વભરમાં lockdown થયા બાદ 2.6 અબજથી વધારે વસ્તી પોતાના ઘરમાં કેદ થઇ ગઇ છે. બ્રિટન, ફ્રાંસ, ઈટલી, સ્પેન તેમજ અમેરિકાના કોલમ્બિયા, નેપાળ અને ઈરાક સહિત વિશ્વના લગભગ ૪૨ દેશોમાં લોક ડાઉન શરૂ થઇ ચૂક્યું છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ આ લિસ્ટમાં સામેલ થનાર સૌથી નવા દેશ છે. આમાં વધુ દેશોમાં લોકો હજુ પણ કામ પર જવા માટે, ભોજન કે જરૂરી સામગ્રી ખરીદવા કે ડોક્ટરો પાસે જવા માટે ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *