માતાની પ્રાર્થના સામે યમરાજ પણ ઝુક્યા: ૬ વર્ષના દીકરાના મૃતદેહને પંપાળીને માતા કહેતી રહી ‘ઉઠી જા મારા લાડલા’ -થોડી જ વારમાં થયો ચમત્કાર અને…

Published on: 12:06 pm, Thu, 17 June 21

કહેવામાં આવે છે કે, દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતી હોય તો એ ‘મા’ છે. હાલ આવા એક સમાચાર સામે આવ્યા છે જેમાં એક માતાના પ્રેમના કારણે ઈશ્વરને પણ જીકવું પડ્યું છે. આ ઘટના સામે આવતા ચારેતરફ ચર્ચાનો વિષય બની હતી. ઈતિહાસમાં પહેલીવાર આવો ચમત્કાર થયો છે, કે એક માતાની પ્રાથના ભગવાને સાંભળી તેના મૃત્યુ પામેલા દીકરાને જીવંત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, હરિયાણામાં આશરે 20 દિવસ પહેલાં 6 વર્ષના દીકરાને ડોક્ટરઓએ મૃત જાહેર કર્યો હતો. છ વર્ષના દીકરાની અણધારી વિદાયથી આખો પરિવાર શોકના માહોલમાં ડૂબ્યો હતો અને અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. આ ઘટનાની સૌથી વધારે અસર માતાને થઇ હતી. મૃત્યુ પામેલ દીકરા સામે જોઇને વારંવાર બોલી રહી હતી કે, ‘દીકરા ઉઠી જા..! મારા લાડકવાયા, ઊઠીજા’. ત્યારે જ એક ચમત્કાર થયો હતો અને માતાની સામે પડેલા દીકરાનો મૃતદેહ અચાનક હલવા લાગ્યો હતો. શરીરમાં હલચલ થતા જ પરિવાર દીકરાને ફરી હોસ્પીટલમાં લઇ ગયો હતો અને ફરીથી સારવાર શરુ કરાવી હતી. અને મંગળવારના રોજ હોસ્પીટલમાંથી મૃત્યુ પામેલો છ વર્ષીય બાળક ઘરે હસતા કુદતા પાછો ફર્યો હતો.

હોસ્પિટલમાં ટાઇફાઇડની સારવાર ચાલી રહી હતી
મળતી માહિતી અનુસાર, આ ચમત્કારી ઘટના હરિયાણાના બહાદુરગઢની છે. હિતેશ અને તેમના ધર્મપત્ની જાન્વીએ જણાવતા કહ્યું હતું કે, તેમના દીકરાને થોડા દિવસ પહેલા ટાઇફોઇડ થઈ ગયો હતો અને તેને સારવાર એથે દિલ્હીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. 26 મે ના રોજ હોસ્પિટલના ડોક્ટરોએ છ વર્ષીય બાળકને મૃત જાહેર કર્યો. માતા-પિતા જણાવતા કહે છે કે, તેનું શબ લઈને અમે પાછા અમારા વતન ચાલ્યા ગયા હતા.

મૃતદેહ રાખવા માટે બરફ અને અંતિમવિધિ માટે મીઠું અગાઉથી જ મંગાવ્યું હતું…
મૃત્યુ પામેલા છ વર્ષીય બાલકાના બાળકના દાદા વિજય ભાઈએ કહ્યું હતું કે, તેમણે મૃતદેહને આખી રાત રાખવા માટે બરફ અને સવારે અંતિમવિધિ માટે મીઠાની વ્યવસ્થા કરી હતી. આસપાસના લોકોને સવારે સ્માશાન ઘાટ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. દીકરાની અંતિમયાત્રા માટેની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી.

પિતાએ મોઢાથી શ્વાસ આપ્યો તો પુત્રએ…
મૃતક બાળકની માતા જાનવી અને તેના કાકી રડતાં-રડતાં વારંવાર તે જીવતો થાય એ માટે સતત પ્રાર્થના કરી રહ્યાં હતાં અને ભગવાને તેમની પ્રાથના સાંભળી લીધી હતી અને જેવો મૃતદેહ પેક થયો ત્યારે હલનચલન અનુભવી હતી. હલનચલન થતા જ પરિવારની આંખે અંધારા આવી ગયા હતા, તરત જ મૃતક બાળકના પિતાએ બાળકનો ચહેરો ચાદરના પેકિંગથી બહાર કાઢ્યો અને તેને મોઢા વડે શ્વાસ આપવા લાગ્યા હતા. ત્યારપછી તો પાડોશી સુનીલે બાળકની છાતી દબાવવા લાગ્યા હતા. આ દરમિયાન મૃતક બાળકે પિતાના હોઠ પર દાત માર્યા હતા.

શ્વાસ પરત ફર્યા પછી પણ બચવાની 15% જ આશા હતી…
આ ઘટના બાદ તાત્કાલિક બાળકને રોહતકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ ડોકટરોએ પરિવાર જનોને આઘાતજનક સમાચાર આપ્યા હતા કે, હજી પણ તેની બચવાની સંભવાના ખુબ ઓછી છે. તેમછતાં ડોક્ટરોએ સારવાર શરુ કરી હતી, અને માતાની પ્રાથનાથી શરીર વાયુગતીએ સાજુ થવા લાગ્યું અને હાલમાં એ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને મંગળવારના રોજ ઘરે પણ આવી ગયો હતો.

દુઃખમાં છવાયેલા આખા ગામમાં બાળક પરત આવતા ખુશીનો માહોલ છવાયો
છ વર્ષના બાળક ઘરે પાછો આવતા પરિવારજનોમાં અને સ્થાનીકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ સાથે જ દીકરાના દાદા એ જણાવ્યું હતું કે, આ કોઈ ચમત્કારથી કમ નથી કારણ કે, ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી પરંતુ ભગવાને તેને સહીસલામત ઘરે પાછો મોકલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.