રૂપાણી સરકાર સામે આંદોલન- આ રીતે થઇ PM મોદીને 3 લાખથી વધુ રજૂઆત રૂપી ફરિયાદ

માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટ્વીટર પર છેલ્લા ૪૮ કલાકથી #DeclareGujExams હેશ ટેગથી વિદ્યાર્થીઓએ વિપક્ષના સથવારે આંદોલન આરંભ્યું છે. વિદ્યાર્થીઓ સીધા પ્રધાનમંત્રી મોદીને આ બાબતે વિજય રૂપની…

માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટ્વીટર પર છેલ્લા ૪૮ કલાકથી #DeclareGujExams હેશ ટેગથી વિદ્યાર્થીઓએ વિપક્ષના સથવારે આંદોલન આરંભ્યું છે. વિદ્યાર્થીઓ સીધા પ્રધાનમંત્રી મોદીને આ બાબતે વિજય રૂપની સરકાર વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે. એક વિદ્યાર્થી પોતાની વ્યથા લખે છે, “તમારા થી 3 વર્ષે સુધી ભરતી પ્રક્રિયા પુરી ન થઈ. આવી ખરાબ વૃત્તિ ના કારણે આજે ગુજરાતના વિદ્યાર્થીઓ જવાબ માંગે છે. કેમ કંઈ બોલતા નથી? જવાબ નથી? બોલો સાહેબ. આજે આખુ ભારત ટ્વિટર માં અમારા સવાલો થી તમારા કામ જોવે છે. મોદી સાહેબ જોશે તો અમને પણ શરમ આવશે.”

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરતા રાજ્યસરકાર પર યુવાનોની કારકિર્દી બગાડવાનો આરોપ લગાવ્યો છે. અને રાજસ્થાન સરકાર માફક કામ કરવાની સલાહ આપી છે.

મિલન રાદડિયા નામનો યુવાન લખે છે કે, હેલો સંવેદનશીલ સરકાર અમારે પરીક્ષા ની તૈયારીયારી ઓ બંઘ કરીને ૨૦૨૧ ની ચુંટણી લડવા‌ની તૈયારી માં ના લાગવું પડે એ જવાબદારી તમારા પર મૂકીએ છીએ.

હાર્દિક શેખલિયા નામનો યુવાન પણ સવાલ કરી રહ્યો છે કે અમે તેનું ભવિષ્ય અંધકારમય બનશે કે શું? અમે મહેનત ની નોકરી માંગીએ છે તમે શું ખાલી પરિક્ષા ની તારીખ જાહેર નથી કરી શકતા. ક્યાં સુધી અમારું ભવિષ્ય અંધકારમય બનાવશો.? બુક પકડતા પણ હવે ડર લાગે છે પરિક્ષા આવશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *