વડોદરા: મધરાત્રે ગામમાં ઘુસી આવેલા દીપડાએ ચાતુરતાથી કર્યો સસલાનો શિકાર, વિડીયો થયો વાઈરલ

વડોદરા(Vadodara): સોશીયલ મીડિયા (Social media)માં અવાર નવાર વિડીઓ વાયરલ(Viral) થતા જ હોય છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં દીપડાનો એક વીડિયો ઘણો ઘણો વાયરલ થઇ રહ્યો…

વડોદરા(Vadodara): સોશીયલ મીડિયા (Social media)માં અવાર નવાર વિડીઓ વાયરલ(Viral) થતા જ હોય છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં દીપડાનો એક વીડિયો ઘણો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વડોદરા શહેર પાસે આવેલા ઇટોલા(Itola) ગામની સીમમાં મોડી રાત્રે હિંસક દીપડા (panther)એ રસ્તા પર જતા સસલાનો શિકાર કર્યો હતો. જેના દ્રશ્યો એક ખેડૂતે(Farmer) કેમેરામાં કેદ કર્યાં હતા. આ બનાવે ગ્રામજનોમાં ગભરાટ ફેલાવી દીધો છે. તેમજ તે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે વડોદરા શહેરની નજીક આવેલા ઇટોલા ગામની સીમમાં મોડી રાત્રે એક સ્થાનિક ખેડૂતે હિંસક દીપડાને સીમમાંથી પસાર થતા જોયો હતો. આ સમયે દીપડાએ સામેથી આવતા એક સસલાનો શિકાર કર્યો હતો. જેનો વીડીઓ સ્થાનિક ખેડૂત દ્વારા કેમેરામાં કેદ કરાયો હતો. હાલ એ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, દીપડો રાતના અંધારામાં રસ્તા પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેને દૂરથી આવતું સસલું દેખાયું. દીપડાએ સસલાનો શિકાર કરવા માટે ચતુરતા વાપરી. સસલું દેખાતાની સાથે જ તે રસ્તા પર નીચે બેસી ગયો. પછી જેવું સસલું નજીક આવ્યું કે તરત જ તે દીપડાએ તેની પર હુમલો કરીને સસલાને દબોચી લીધો હતો.

સ્થાનિક ખેડૂત દ્વારા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જે હાલ સોધીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ ઉપરાંત ગામમાં આવી ઘટના બનવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *