રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: કારમાં પોલીસની પ્લેટ રાખીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં સોસાયટીના પ્રમુખ કે જે બિલ્ડિંગમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલા નામના શખ્સને નિયમોનું પાલન કરવાનું કહેતા…

રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં સોસાયટીના પ્રમુખ કે જે બિલ્ડિંગમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલા નામના શખ્સને નિયમોનું પાલન કરવાનું કહેતા રાજ બેડલા નામનો શખ્સ છરી સાથે ધસી આવી  ધનરાજ બેડલિયે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી ને લુખ્ખાગીરી કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પણ પામ્યો છે

આ ઘટનાની સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધેલી ફરિયાદમાં અમિતભાઈ એ કહ્યું હતું કે, ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલાને તેઓ અવારનવાર સોસાયટીના નિયમોનું પાલન કરવા બાબતે જણાવતા હતા. આ બાબત ધનરાજ ને આ વસ્તુ સારી ન લગતા તેને ધમકી આપવાની શરુ કરી દીધી હતી.

ધનરાજએ પોલીસ ને જણાવ્યું હતું કે, આ બાબત તેને સારી ન લાગતાં તે ફોન પર અવારનવાર ગાળો આપતો હતો. દરમિયાન બે દિવસ પૂર્વે તેઓ બિલ્ડિંગમાં રહેતા ભાવેશભાઈ સજદે મિલનભાઈ અને રાકેશભાઈ બિલ્ડિંગમાં હતા તે સમયે ધનરાજ બેડલા તેમની પાસે આવ્યો હતો અને છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાની માહિતી અંગે ત્યાંના સ્થાનિક સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે, યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત રજૂઆત પણ કરી છે. જેમાં ધનરાજ બેડલા અવારનવાર સોસાયટીના લોકોને હેરાન-પરેશાન કરી ધમકી તેમજ બિલ્ડિંગના સિક્યુરિટી મેને પણ ગાળો આપી નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *