દિલ્હી: AIIMSમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી..

દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પહેલા અને બીજા માળે આગ લાગી છે. એઈમ્સના ટીચિંગ બ્લોકમાં આગ લાગી છે. એઈમ્સમાં આગ…

દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પહેલા અને બીજા માળે આગ લાગી છે.

એઈમ્સના ટીચિંગ બ્લોકમાં આગ લાગી છે. એઈમ્સમાં આગ લાગ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ફાયર ડિપાર્ટમેન્ટની 34 ગાડીઓ આગ પર કાબૂ મેળવી રહી છે.

સાવચેતીના પગલે એઈમ્સનો ઈમરજન્સી વિભાગ બંધ કરી દેવાયો છે. એઈમ્સના સેકન્ડ ફ્લોર પર સ્થિત પીસી બ્લૉકમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે એઈમ્સ માત્ર દિલ્હી જ નહીં, દેશની મુખ્ય હોસ્પિટલ છે.

સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી ગંભીર હાલતમાં એઈમ્સમા દાખલ છે. ત્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય VVIPની અવર-જવર છે. એવામાં આગ લાગવાથી વહીવટીતંત્ર માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *