હવે 200 યુનિટ થી ઓછો વિજવપરાશ કરનારને લાઇટબીલ નહિ ભરવું પડે, જાણો અહીં

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક બાદ એક મહત્વના નિર્ણય લઈ રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી.…

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક બાદ એક મહત્વના નિર્ણય લઈ રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યુ કે, દિલ્હીમાં 20 યુનિટ સુધી વીજળી બિલ માફ કરવામાં આવશે. આ યોજના હેઠળ આશરે એક હજાર 800 કરોડ ખર્ચ કરશે. 2013માં 200 યુનિટ વીજળી માટે 900 રૂપિયા આપવા પડતા હતા. પરંતુ હવે 200 યુનિટ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ કે બીલ આપવું પડશે નહીં.

કેજરીવાલે કહ્યું કે જો તમે 200 યુનિટ સુધી વીજળી ખર્ચ કરો તો કોઇ બિલ ચૂકવવાની જરૂર નથી. જો 200 યુનિટથી ઉપર ખર્ચ કરો તો પહેલાની જેમ જ બિલ ચૂકવવું પડશે. આ છૂટથી સબસિડી પર આશરે 1800 કરોડનો ખર્ચ થશે. કેજરીવાલે જણાવ્યું કે 2013 પહેલાં 200 યુનિટ માટે 900 રૂપિયા આપવા પડતાં હતા. હવે 200 યુનિટ માટે એક પણ રૂપિયો નહી આપવા પડે.

કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં વીજ કંપનીઓનું નુકસાન 27 ટકાથી ઘટીને 8 ટકા થઇ ગયું છે. સાથે જ તેમણે જણાવ્યું કે, જે લોકો દિલ્હીમાં વીજળીના 200 યુનિટનો વપરાશ કરે છે, તેમણે બિલ ભરવાની જરૂર નથી. તેમના વીજળીના બિલ માફ થઈ થશે. આ ઘોષણા એટલા માટે શક્ય બની કારણ કે દિલ્હીના લોકોએ એક પ્રામાણિક સરકારને ચૂંટી છે. તેમણે જણાવ્યું કે, જો કોઇપણ વ્યક્તિ 201 યુનિટ વીજળી યુઝ કરે તો તેણે પૂરા રૂપિયા ચુકવવા પડશે.

કેજરીવાલે જણાવ્યું કે, અમારી સરકારમાં દિલ્હીમાં વીજળી સસ્તી થઇ. અમે વીજળીની સ્થિતી બદલી. અગાઉ વીજળી કંપનીની સ્થિતી ખરાબ હતી પરંતુ અમે વીજળી મોંઘી ન થવા દીધી.

તેમણે કહ્યું કે પહેલાં રેટ અવાર-નવાર વધતાં હતા. બ્લેક આઉટની સ્થિતી હતી. લોકો વીજળીના તારોથી પરેશાન હતા. પાવર કટ ખૂબ થતાં હતા. પરંતુ અમારી સખત મહેનત અને ઇરાદાના કારણે વીજળીના બિલોમાં ભારે ઘટાડો થયો છે.

સમગ્ર દેશમાં વીજળીનો રેટ વધ્યો અને દિલ્હીમાં રેટ ઘટ્યો. આ એત ચમત્કાર છે. દિલ્હીની વીજળી કંપનીઓનું નુકસાન ઘટ્યુ. તેમની પાસે પૈસા છે અને તેમની સ્થિતીમાં સુધાર આવ્યો છે. ગત 4 વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં ઘણો સુધાર આવ્યો છે. સમગ્ર દિલ્હીમાં 24 કલાક વિજળીની વ્યવસ્થા કરી છે. હવે પાવર કટ થવાનું બંધ થઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *