દર મહિને 14,000 રૂપિયાથી ઓછી સેલરી મળી રહી છે તો આ નંબર પર કરો કોલ

Published on Trishul News at 11:14 AM, Wed, 5 December 2018

Last modified on August 6th, 2020 at 12:54 PM

ઘણીવાર નોકરીયાતોને પોતાની મહેનત અનુરૂપ વેતન મળતું નથી. કેટલીક વાર એમ્પલોયર તરફથી તેમને યોગ્ય સેલરી મળતી નથી. જો આ પ્રકારની ઘટના તમારી સાથે પણ ઘટી રહી છે તો દિલ્હી સરકાર તમારા માટે એક ઉપાય લઇને આવી છે.

જો તમને કોઇપણ કામ માટે પ્રતિ મહિને 14000થી ઓછી સેલરી મળી રહી છે, તો તમે તેની ફરિયાદ એક નંબર પર કરી શકો છો. દિલ્હી સરકારે ‘લેબર હેલ્પલાઇન’ નામથી એક નંબર જાહેર કર્યો છે, જેના પર તમે ઓછા વેતન મળવાની ફરિયાદ નોધાવી શકો છો.

સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું વેતન31 ઓક્ટોબર, 2018રે સુપ્રીમ કોર્ટે બધા જ પ્રકારના કામદારો માટે વેતન મર્યાદા નક્કી કરી હતી. આ વેતન રકમ ડીએ સહિત છે. જે 1 નવેમ્બરથી લાગૂ થઇ ગઇ છે.

શ્રેણી – બિન પ્રશિક્ષિત, મંથલી સેલરી -14000 રૂપિયા , દિવસભરનું વેતન – 538 રૂપિયા

શ્રેણી – અર્ધ-પ્રશિક્ષિત, મંથલી સેલરી – 15,400 રૂપિયા , દિવસભરનું વેતન – 592 રૂપિયા

શ્રેણી – પ્રશિક્ષિત , મંથલી સેલરી – 16,962 રૂપિયા,  દિવસભરનું વેતન – 652 રૂપિયા

કામદાર હેલ્પલાઇન
દિલ્હી સરકારનો લેબર હેલ્પલાઇન નંબર છે – 155214

આ હેલ્પલાઇન પર તમે સોમવારથી શનિવાર સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી કોલ કરી પોતાની ફરિયાદ નોધાવી શકો છો. તે સાથે જ તમે પોતાના જિલ્લાની કામદાર ઓફિસની પણ મદદ લઇ શકો છો. આ આદેશની અન્ય જાણકારી મેળવવા માટે www.labour.delhigovt.nic.in વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો.

એમ્પલોયર માટે અન્ય આદેશ
– કામદારોની સેલરી અથવા વેતનની ચુકવણી યોગ્ય રૂપથી ચેકના માધ્યમથી અથવા ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાંસફર કરવામાં આવે.

– દિલ્હી સરકારના Delhi Minimum Wages Amandment Act-2017 કાયદા હેઠળ જો ન્યૂનતમ સેલરી નહીં આપવામાં આવે તો એમ્પલોયર પર 50,000 રૂપિયાનો દંડ અથવા ત્રણ વર્ષની સજા અથવા બંન્ને થઇ શકે છે.

Be the first to comment on "દર મહિને 14,000 રૂપિયાથી ઓછી સેલરી મળી રહી છે તો આ નંબર પર કરો કોલ"

Leave a comment

Your email address will not be published.


*