સોશિયલ મીડિયા સાથે આધાર અને પાનકાર્ડ જોડવાને લઈને દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો મહત્વનો ચુકાદો: જાણો અહીયા

Published on Trishul News at 10:41 AM, Tue, 10 December 2019

Last modified on January 13th, 2021 at 10:40 AM

ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે અકાઉન્ટને આધાર કે પાનકાર્ડ સાથે લિંક કરવાની અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. ભાજપના નેતાની આ અરજી ફગાવીને દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે 20 ટકા નકલી યુઝર્સ ઉપર કાર્યવાહી કરવાના નામે 80 ટકા નાગરિકોની માહિતી જોખમમાં ન મૂકી શકાય.

ભાજપના નેતા અશ્વિની કુમાર દ્વારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને આધારકાર્ડ કે પાનકાર્ડ સાથે જોડવાની અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી હાતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે 20 ટકા નકલી યુઝર્સ ઉશ્કેરણીજનક કે અન્ય અસમાજિક ગતિવિધિઓ કરે છે. નકલી યુઝર્સ પર રોક લગાવવા માટે આધાર કે પાનકાર્ડ સાથે સોશિયલ મીડિયા અકાઉન્ટ જોડાય જાય તો નકલી અકાઉન્ટ આપોઆપ બંધ થઈ શકે છે.

એ અરજીની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે 20 ટકા નકલી અકાઉન્ટ ઉપર ડામવાના નામે આ કોર્ટ 80 ટકા અસલી સોશિયલ મીડિયા યુઝર્સની માહિતી જોખમમાં ન મૂકી શકે. તમામ સોશિયલ મીડિયા કંપનીઓ વિદેશી છે. જો સોશિયલ મીડિયા સાથે ઓળખકાર્ડ જોડવામાં આવે તો એની માહિતી કોઈ જ કારણ વગર વિદેશમાં જશે. એવું કરવું યોગ્ય ગણાશે નહીં.

હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે કોર્ટનું કામ કાયદામાં સંશોધન કરવાનું નથી. એ કામ સરકારનું છે. કોર્ટ આવી કોઈ પ્રક્રિયા કરી શકે નહીં. તે માટે જરૂર જણાતી હોય તો સરકારે પગલાં ભરવા જોઈએ. કેન્દ્ર સરકાર ધ્યાન રાખશે કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા અકાઉન્ટ્સને લઈને કેવા નિયમો હોવા જોઈએ અને કેટલાં કડક નિયમો હોવા જોઈએ. કોર્ટનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે.સોશિયલ મિડીયા ઉપર વ્યાપક સ્તરે  ફેક ન્યૂઝ અને ફેક માહિતી પ્રસરતી અટકાવવાની દલીલ સાથે અરજદારે દિલ્હી હાઈકોર્ટમાં સોશિયલ મીડિયા સાથે ઓળખકાર્ડ જોડવાની માગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "સોશિયલ મીડિયા સાથે આધાર અને પાનકાર્ડ જોડવાને લઈને દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો મહત્વનો ચુકાદો: જાણો અહીયા"

Leave a comment

Your email address will not be published.


*