કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

Published on: 11:18 am, Wed, 22 June 22

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ વિરોધ માત્ર યુવાનો પૂરતો સીમિત હતો, પરંતુ હવે આ વિરોધમાં રાજકીય પક્ષોની પણ સક્રિય ભૂમિકા છે. કોંગ્રેસ(Congress) પાર્ટી પણ આમાં સક્રિય ભાગ લઈ રહી છે. આ વિરોધ દરમિયાન એક તસવીર પણ સામે આવી હતી જેમાં કોંગ્રેસના નેતાએ એવી નીચ હરકત કરી છે કે, જેના કારણે હવે પાર્ટીની બદનામી થઈ રહી છે.

પોલીસકર્મીઓ પર થૂંકી રહી છે કોંગ્રેસની મહિલા:
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટા ડિસોઝા અગ્નિપથ વિરોધ દરમિયાન પોલીસ કર્મચારીઓ પર થૂંક્યા હતા. આ વીડિયો શેર કરતી વખતે ભાજપ કાર્યકર પ્રીતિ ગાંધીએ કોંગ્રેસને ડ્રામેબાઝ ગણાવી છે.

નેટા ડિસોઝાએ ટ્વિટર પર કર્યું ટ્વીટ:
જો કે, જ્યારે આ મામલો ઉગ્ર બન્યો છે, ત્યારે નેટા ડિસોઝાએ ટ્વિટર પર પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. તેણે કહ્યું છે કે તે થૂંકતી ન હતી, પરંતુ તેના મોંમાં કચરું ચાલ્યું ગયું હતું, જેને તે બહાર કાઢી  રહી હતી. તેણે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘મીડિયામાં મારા વિરુદ્ધ પ્રોપેગન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. આ વિડિયો બતાવે છે કે કેવી રીતે મારા વાળને સખત રીતે ખેંચવામાં આવ્યા હતા, કાદવમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કાદવ, ધૂળ અને વાળ મારા મોંમાં ગયા, જે મેં મારા મોંમાંથી બહાર કાઢ્યા. સુરક્ષા કર્મચારીઓનો અનાદર કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. સત્યમેવ જયતે!’

કોંગ્રેસના કાર્યકરો કેમ કરી રહ્યા છે વિરોધ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં છેલ્લા 5 દિવસથી દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો આ તપાસનો વિરોધ કરી રહ્યા છે અને દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલને સવાલ કરવા અને સેનામાં ભરતી કરવાની નવી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં દિલ્હીમાં ‘સત્યાગ્રહ માર્ચ’ પણ કાઢી હતી. આ પછી પોલીસે કોંગ્રેસના ઘણા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેતા ડિસોઝાને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી, જ્યાં તે પોલીસકર્મીઓ અને મહિલા સૈનિકો પર થૂંકતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.