આસામને ભારતથી અલગ કરવાની માંગ સાથેનો સર્જિલ ઈમામનો વીડિયો વાયરલ, જુઓ વિડીયો…

નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં એક પ્રદર્શન દરમિયાન જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીના છાત્ર શરજીલ ઇમામના આસમને ભારતથી અલગ કરવાના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. ભારતીય જનતા…

નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં એક પ્રદર્શન દરમિયાન જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીના છાત્ર શરજીલ ઇમામના આસમને ભારતથી અલગ કરવાના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયોને શાહીન બાગનો બતાવી દાવો કર્યો છે કે ત્યાં ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આસામના મંત્રી હિમંદ બિસ્વ સરમાએ કહ્યું હતું કે શાહીન બાગના વિરોધ પ્રદર્શનનો મુખ્ય આયોજક શરજીલના આ રાષ્ટ્રવિરોધી નિવેદન પર સરકારે સંજ્ઞાન લઈ તેના સામે કેસ નોંધવાનો નિર્ણય કર્યો છે.

જેએનયૂના છાત્ર શરજીલ ઇમામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયો શેર કરતા વિરોધ નોંધાવ્યો છે. આ સાથે તેમણે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પ્રદર્શનનું સ્થાન શાહીન બાગ નથી પણ દિશાહીન બાગ છે. તૌહીન બાગ છે.

સીએએને લઈને ચાલતા પ્રદર્શન સમયે હવે આસામને અલગ કરવાની માંગ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. આ વિડિયોને લઈને આસામ સરકાર એક્શનમાં આવી છે. તેમજ વાયરલ વીડિયો પર સરકારે સંજ્ઞાન લીધુ છે.તેમજ આસામના ભારતથી અલગ કરવાની વાત કરનારા સામે દેશ દ્રોહનો કેસ દાખલ કરશું. તેમ આસામ સરકારના પ્રધાન હેમંત બિશ્વાસે કહ્યુ હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયોમાં જેએનયુ વિદ્યાર્થી નેતા સર્જિલ ઈમામ આસામને ભારતથી અલગ કરવાની વાત કહેતો નજરે પડે છે. આ સર્જિલ ઈમામ જ દિલ્હીના શાહીન બાગ ખાતે સીએએ વિરુદ્ધ આયોજિત દેખાવ પ્રદર્શનના આયોજકોમાંથી એક છે. જોકે આ વીડિયો અલીગઢનો છે કે શાહીનબાગનો તે અંગે અસમંજસતા છે. ભાજપે તેને શાહીન બાગનો ગણાવ્યો છે.

સંબિત પાત્રાનો આક્ષેપ

આસામને ભારતથી અલગ કરી દેવાના નિવેદનવાળો વાયરલ વીડિયો પર રાજનીતિ ગરમાઈ છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયોને શાહીન બાગનો જ હોવાનો આક્ષેપ લગાવ્યો અને કહ્યું કે, પ્રદર્શનની જગ્યાએ શાહીન બાગ હવે દિશાહિન અને તૌહિન બાગ બની ગયો છે. હિન્દુસ્તાનની સ્વતંત્રતા ખતમ કરવા માટે શાહિનબાગમાં પડયંત્ર રચાતુ હોવાનો આક્ષેપ પણ સંબિત પાત્રાએ લગાવ્યો છે. સંબિત પાત્રાએ કીધુ કે, આ ખુલ્લેઆમ જેહાદનું આહવાન છે. બીજું કાંઈ નથી. બીજીતરફ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ 24 કલાકમાં પોલીસ અલગ આસામનું નિવેદન આપનારાઓને ઝડપી પાડે તેવી માંગ કરી છે.

આ વીડિયોમાં શરજીલ કથિત રુપથી એ કહે છે કે, આપણી પાસે પાંચ લાખ લોકો હોય સંગઠિત હોય તો આપણે અસમ કે નોર્થ ઇસ્ટથી હિન્દુસ્તાનને હંમેશા માટે અલગ કરી શકીએ છીએ. સ્થાયી માટે નહીં તો એક-બે મહિના માટે આસમને હિન્દુસ્તાન સાથે કટ કરી શકીએ છીએ. રેલવે ટ્રેક પર એટલો કાટમાળ નાખો કે તેમને એક મહિના હટાવવામાં લાગી જશે. જવું હોય તો એરફોર્સથી જાય. આસામને અલગ કરવું આપણી જવાબદારી છે.

શરજીલ કથિત રુપથી એમ પણ કહે છે કે આસામ ઇન્ડિયાથી કપાઈને અલગ થઈ જાય, ત્યારે જ તે આપણી વાત સાંભળશે. આસમમાં મુસલમાનોની શું સ્થિતિ છે, તમને ખબર છે શું? ત્યાં એનઆરસી લાગુ થઈ ગઈ છે. મુસલમાનો ડિટેન્શન કેમ્પમાં નાખવામાં આવી રહ્યા છે. 6-8 મહિનામાં ખબર પડશે કે બધા બંગાળીઓને મારી નાખવામાં આવ્યા છે ત્યાં. જો આપણને આસમની મદદ કરવી હોય તો આસામનો રસ્તો બંધ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *