સરદાર પટેલનું સમાધિ સ્મારક મુંબઈથી દિલ્હી લઇ જવા કરાઈ માંગ

Trishul News

આવનારી 31મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીવિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનું લોકાર્પણ કરશે. આ સ્ટેચ્યુ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું બનશે. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી બાદ સૌથી મોટુ યોગદાન સરદાર વલ્લભભાઈ પટેલનું હતું. તો સરદાર પટેલનું સમાધિ સ્થાન દિલ્હીમાં કેમ નહીં તેવી માંગ સાથે એકતા મિશન દ્વારા આંદોલન છેડાયું છે. તેમ છતાં કોઇ પ્રતિભાવ ન મળતાં સરદાર પટેલના વતન કરમસદ ખાતે 1લી નવેમ્બરે આમરણાંત ઉપવાસ આંદોલન છેડવામાં આવશે. તેઓની સાથે કરમસદના નગરજનો ઉપવાસ આંદોલનમાં જોડાશે.

Trishul News

1લી નવેમ્બર સરદાર પટેલના વતન કરમસદ ખાતે અખંડ ભારત એકતા મિશન સમિતિ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન છેડાશે

સરદાર પટેલના નિધન બાદ અગ્નિદાહ મુંબઇ ખાતે કરવામાં આવ્યો હતો. અને ત્યાં સમાધિ સ્થાન ઉભુ કરવામાં આવ્યું હતું.તેમના નિધન બાદ પ્રધાનમંત્રીઓની સમાધિ રાજધાની દિલ્હી ખાતે છે. તો સરદારની કેમ નહીં. ત્યારે અખંડ ભારત એકતા મિશન દ્વારા સરદાર પટેલની સમાધિ મુંબઇથી દિલ્હી ખાતે સ્થળાંતર કરીને રાષ્ટ્રઘાટ આપવાની માંગ સાથે છેલ્લા પાંચ વર્ષથી લડત ચલાવવામાં આવે છે. તેમ છતાં કોઇ નિર્ણય ન આવતાં અગામી 1લી નવેમ્બર સરદાર પટેલના વતન કરમસદ ખાતે અખંડ ભારત એકતા મિશન સમિતિ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન છેડાશે.

જેમાં અખંડ ભારત એકતા મિશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રકાશાનંદજી મહારાજ પધારીને પ્રારંભ કરાવશે. ત્યારબાદ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મિશનના સભ્યો લડત ચાલુ રાખશે. તેઓની સાથે કરમસદના નગરજનો પણ રાષ્ટ્રીય દરજ્જાની માંગ સાથે આંદોલનમાં જોડાશે. તેમ અખંડ ભારત એકતા મિશન ગુજરાત રાજ્ય અધ્યક્ષ હર્ષિત પટેલે જણાવ્યું છે.

Trishul News