કરતારપુર કોરિડોર ખુલી ગયા બાદ ,હવે માંગણી થઈ રહી છે પાકિસ્તાનનું આ મંદિર ખોલવાની :જાણો ઇતિહાસ

કરતારપુર કોરિડોર ખૂલ્યા બાદથી હવે ભારતમાં એક બીજી માંગણી ઊઠી રહી છે, પાકિસ્તાનમાં હિંદુ સમુદાયના સૌથી મોટા મંદિર કટાસરાજ ખોલવાની માંગણી થઈ રહી છે. પાકિસ્તાન…

કરતારપુર કોરિડોર ખૂલ્યા બાદથી હવે ભારતમાં એક બીજી માંગણી ઊઠી રહી છે, પાકિસ્તાનમાં હિંદુ સમુદાયના સૌથી મોટા મંદિર કટાસરાજ ખોલવાની માંગણી થઈ રહી છે. પાકિસ્તાન સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, કટાસરાજ મંદિર બહુ જલદી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

કટાસરાજ પાકિસ્તાનના પંજાબના ઉત્તર ભાગમાં નમક કોહ પર્વતની શ્રૃંખલામાં સ્થિત હિંદુઓનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે. એ સિવાય બીજાં પણ મંદોરોની શ્રૃંખલા છે જે દસમી સદીનાં જણાવવામાં આવે છે.

આ છે માન્યતા

ઈતિહાસકારો અને પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, આ જગ્યાને ભગવાન શિવનું નેત્ર માનવામાં આવે છે. જ્યારે દેવી પાર્વતી સતી થયાં ત્યારે ભગવાન શિવની આંખમાંથી બે આંસુ ટપક્યાં. એક આંસુ કટાસ પર પડ્યું જ્યાં અમૃત બની ગયું. આ આજે પણ મહાન સરોવર અમૃત કુંડ તીર્થ સ્થાન કટાસરાજ રૂપે છે અને બીજું આંસુ અજમેર રાજસ્થાનમાં ટપક્યું અને ત્યાં પુષ્કરરાજ તીર્થસ્થાન છે.

કટાસ શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે, હૈકટાસ, જેને આંસુ કહેવામાં આવે છે, જ્યારે ભગવાન શિવ સતી માતાના દુ:ખમાં હતા ત્યારે તેમની આંખમાંથી આંસુ પડ્યાં હતાં, જે આ સરોવરમાં પડ્યાં હતાં. હિંદુ માન્યતા અનુસાર આ સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે.

પાકિસ્તાને ફરી બનાવડાવ્યું હતું આ મંદિર

વર્ષ 2005માં બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી આ પવિત્ર સ્થળના દર્શને ગયા હતા. એ સમયે મંદિરની સ્થિતિ બહુ ખરાબ હતી. જેની ફરિયાદ કરતાં પાકિસ્તાન સરકારે મંદિરને ફરીથી બનાવડાવ્યું હતું.

આ વિસ્તારનું એકમાત્ર હિંદુ પરિવાર

કટાસરાજમાં કુલ 7 મંદિર છે, પરંતુ માત્ર આ શિવ મંદિરને જ કાર્યાત્મક રાખવામાં આવ્યું છે. અહીં રહેતો કિશોર છેલ્લાં 26 વર્ષથી કટાક્ષમાં નોકરી છે. આ વિસ્તારમાં તેમનો એકનો જ પરિવાર હિંદુ છે, જે રોજ મંદિરમાં આરતી કરે છે. શિવરાત્રીના દિવસે મંદિરની રોનક અદભુત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *