ઘરમાં રહેલી આ દેશી વાયગ્રા ની શક્તિ ધરાવતી વસ્તુઓ તમારી સેક્સલાઇફને બનાવશે આનંદમય

Enjoying Breakfast

ગુજરાતી માં એક કહેવત છે કે, ‘જેવું અન્ન તેવું મન.’ આ વાત વૈજ્ઞાનિકોએ પણ માની લીધું છે. માનો કે ન માનો પણ આપણા જીવનમાં સેક્સનું મહત્વનું સ્થાન છે. જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેમ ખુશહાલ જીવન માટે સેક્શુઅલ લાઈફનું હોવું પણ ખૂબ જરૂરી છે. તમે કદાચ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ઘણી એવી દેસી વસ્તુઓ છે જેને ખાવાથી તમારી શક્તિમાં ખૂબ જ વધારો થશે. આવો જાણીએ આવી શક્તિવર્ધક વસ્તુઓ વિશે…

iAds

સેક્સલાઈફને બુસ્ટઅપ કરી દેશે આ નુસખાં

બિમારીમાં તો તમે ડૉક્ટર પાસે જાવ છો પરંતુ આવી ગંભીર સમસ્યાઓ વખતે તમે ડૉક્ટર પાસે જતા ગભરાવ છો. આવામાં ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે સેક્સલાઈફને બુસ્ટઅપ કરી શકો છો. ટ્રાય કરી જુઓ આવા દેસી નુસખાં…

સરસવ

સરસવ ન માત્ર શરીર અને મનને સ્વસ્થ કરે છે પરંતુ તેને સેક્શુઅલ ગ્લેન્ડ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આટલું જ નહીં સરસવ ખાવાથી સેક્સની ભાવનાઓમાં પણ વધારો થાય છે.

આદુ

આદુ એક એવી ઔષધિ છે જે સેક્સ ડ્રાઈવ વધારવામાં પણ મદદરૂપ થાય છે. આદુ માત્ર ચા કે શાકભાજીનો સ્વાદ જ નથી વધારતું પણ સેક્સ લાઈફને પણ વધુ ઉત્સાહજનક બનાવે છે. તેના તીખા સ્વાદ અને કામેચ્છાને સીધો સંબંધ છે.

ડાર્ક ચોકલેટ

ચોકલેટ સેક્સલાઈફને વધુ સારી બનાવવામાં મદદગાર છે તે વાતથી આપ પરિચિત હશો જ. ચોકલેટમાં એવા કેટલાક તત્વો રહેલા છે જે મગજમાં એક ખાસ પ્રકારના હોર્મોનનું પ્રમાણ વધારે છે. તેનાથી વ્યક્તિમાં શાંતિ અને આનંદની ભાવના પેદા થાય છે જે સેક્સ માટે પ્રેરકરૂપ લાગણીઓ છે.

ઝિંક

સેક્સલાઈફને વધુ સારી બનાવવા માટે વિટામિન અને મિનરલની જરૂર હોય છે પરંતુ આ મામલે ઝિંકની કોઈ તુલના થઈ શકે તેમ નથી. આ લાંબા સમય સુધી સેક્શુઅલ અને પ્રજનન ક્ષમતા પર પોતાનો અસરકારક પ્રભાવ છોડે છે. આના માટે તમારે અનાજ, મગફળી, તરબૂચ વગેરે ખાવું જોઈએ.

લસણ અને ડુંગળી

લસણ માત્ર કોઈ વાનગીનો સ્વાદ જ નહીં સેક્સ લાઈફની મજા પણ વધારે છે. જો લસણ ન ખાતા હોય તો શરુ કરી દો. દરરોજ લસણની 2-3 કળીઓ અને ડુંગળીનું સેવન કરવાની શક્તિમાં વધારો થાય છે. સફેદ કાચી ડુંગળીનો ઉપયોગ પોતાના રોજિંદા આહારમાં કરો.

ગાજર

કાચા ગાજર અને તેનું જ્યૂસ પણ પુરુષોની યૌનશક્તિ વધારવામાં મદદ કરે છે. પ્રાચીન સમયમાં ગાજરનો ઉપયોગ પુરુષોની ફર્ટિલિટી કેપિસિટી વધારવા માટે થતો હતો. તેનાથી સ્નાયુતંત્ર પણ મજબૂત થાય છે.

કાળા ચણા

જો તમે સપ્તાહમાં બેથી ત્રણ વાર કાળા ચણામાંથી બનેલા ખાદ્ય પદાર્થોમાં લઈ રહ્યાં છો તો તે તમારા માટે લાભકારી છે. કાળા ચણાથી બનેલા જેવા કે, ઢોંસા વગેરે સપ્તાહમાં બે-ત્રણ વાર ખાવા જોઈએ.

મૂશળ

યૂનાની ડૉક્ટરો અનુસાર, સફેદ મુશળને દૂધમાં ઉકાળીને દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી વધારે શક્તિશાળી અનુભવાશે.

પીપળો

પીપળાના ફળોને નપુસંકતા દૂર કરવા માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. પીપળના ફળ અને પીપળના કુમળા મૂળને બરાબર પ્રમાણમાં લઈને ચટણી બનાવી લો. તેનો ઉપયોગ કરવાથી યૌનશક્તિમાં વધારો થશે.

ત્રિફળા

ત્રિફળાના ચૂર્ણને મોટી કિસમિસ સાથે લેવા લો અને તેની ઉપર ઠંડુ પાણી પીવો. આ ચૂર્ણ પેટના બધા પ્રકારના રોગ દૂર કરીને શરીરને મજબૂતી પ્રદાન કરે છે.

દાડમ

દાડમના છોતરાને સૂકવીને પીસી લો. ત્યારબાદ દરરોજ સવાર અને સાંજે એક ચમચી આ ચૂર્ણને ખાવ.

ભિંડા

સપ્તાહમાં બે વાર ભિંડા ખાવાથી ફાયદો થાય છે. પ્રાચીન ભારતીય સાહિત્ય અનુસાર 5-10 ગ્રામ ભિંડાના મૂળના પાઉડરને એક ગ્લાસ દૂધ તથા બે ચમચી મિશ્રી સાથે ભેળવીને રોજ સેવન કરવાથી યૌન ક્ષમતા ઓછી નહીં થાય.

સફરજન

એક સફરજનમાં શક્ય તેટલા લવિંગ અંદર સુધી ખોસી દો. આ જ રીતે એક મોટ આકારનું લીંબુ લઈ લ. તેમાં પણ શક્ય તેટલા લવિંગ ખોસી દો. બંને ફળોને એક સપ્તાહ સુધી કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બંનેમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરી લો. પહેલા દિવસે લીંબૂ વાળા બે લવિંગને બારીક રીતે પીસી તેને દૂધ સાથે પીવો અને તે જ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો.

ઘી અને અડદની દાળ

ઘીની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવો. ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવ. આનાથી પણ યૌન શક્તિમાં વધારો થાય છે.

આંબળા

100 ગ્રામ આંબળાનું ચૂર્ણને આંબળાના રસને 7 વખત પલાળી લો અને ત્યારબાદ તેને છાયડે સૂકવવા મૂકી દો. ત્યારબાદ તેને પીસીને એક બોક્સમાં રાખી લો. રોજ આ ચૂર્ણને એક ચમચીમાં લઈને મધ સાથે ચાટી જાવ અને તેની ઉપર એક ગ્લાસ દૂધ પી લો. આનાથી શરીરની નબળાઈ દૂર થઈ જશે.

કચૂકા

500 ગ્રામ કચૂકાને લઈને તેના બે ભાગ કરો. તેને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેની છાલને ઉતારી સફેદ બીજને પીસી લો. પછી તેમાં અડધો કિલો ખળી સાકર ભેળવીને સવાર-સાંજ દૂધ સાથે પીવો.

વડના પાન

સૂર્યાસ્ત પહેલા વડના પાન તોડી તેમાંથી નીકળેલા દૂધના 10-15 ટીપા પતાસા પણ મૂકીને ખાવ.

ખજૂર, કાજૂ, બદામ

ચાર-પાંચ ખજૂર, બે ત્રણ-કાજૂ અને બે બદામને દૂધમાં ખૂબ સારી રીતે ઉતાળીને બે ચમચી ખળી સાકર રોજ રાત્રે સૂતી વખતે લેવી જોઈએ.

કેસૂડો

કેસૂડાના ઝાડના એક લાંબા મૂળમાં આશરે 250 એમ.એલની એક બોતલ લગાવીને, તેને જમીનમાં દબાવી દો. એક સપ્તાહ બાદ કાઢો. હવે તેમાં એકઠું થયેલું દ્રવ્ય સવારે એક ચમચી મધ સાથે લો. તે શુક્રાણુ જનિત નબળાઈ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

શાકાહારના સેવનથી પણ સેક્સની ક્ષમતા વધે છે. તેમાં તમે દાળ, અનાજ, દૂધ તથા દૂધમાંથી બનેલા પદાર્થો પણ લઈ શકો છો. બધા રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે, માંસાહારી વ્યક્તિની સરખામણીમાં શાકાહારી વ્યક્તિ વધારે સક્ષમ હોય છે.

યૌન ક્ષમતામાં વૃદ્ધિ માટે પ્રોટીન અને વિટામિનની ખૂબ જરૂર હોય છે. એટલે તમારે ભોજનમાં પ્રોટીનયુક્ત પદાર્થો જ આરોગવા જોઈએ, જેનાથી તમારા શરીરમાં તંદુરસ્તી આવશે, ફાસ્ટફૂડ, કોલ્ડડ્રિંક્સ, પિત્ઝા, બર્ગર વધુ પ્રમાણમાં ખાવાથી શરીર સુસ્ત થવા લાગે છે.

એ વાતને તમારે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે આ બધા એવા પ્રચલિત નુસખાઓ છે જે આપણે પ્રાચીન સમયથી સાંભળતા અને જોતા આવ્યા છીએ. આમ તો દરેક પ્રકારની સમસ્યાના યોગ્ય સમાધાન માટે ડોક્ટર પાસે જવું જ યોગ્ય છે. છતા જો તમે આ નુસખા અપનાવવા માંગતા હોવ તો પહેલા તેને સારી રીતે સમજી લો.

Trishul News