Vadodara News: વડોદરા ગતરોજ 25 સપ્ટેમ્બરની મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા અડધો કલાકમાંજ શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. 200થી વધુ વૃક્ષો ધરાશાય, 29 ઉપરાંત વાહનોને નુકશાન અને 4 જેટલા લોકોના મોત નિપજ્યાં હતા. વડોદરા શહેરમાં (Vadodara News) 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આ અગાઉ 24 જુલાઇએ 14 ઇંચ જેટલો વરસાદ વરસતા આખું શહેર પૂરગ્રસ્ત થયું હતું. જે બાદ હવે ગતરોજ સર્જાયેલી સ્થિતિએ ફરી એક વખત શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે.
ગત સાંજે તબાહી મચી
અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં ગત સાંજે 6 વાગે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળે વૃક્ષો ધરાશાય થતા વાહનો દબાયા હતા. જ્યારે ભારે પવનના કારણે પ્રતાપનગર સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર નજીક લોખંડની ફ્રેમનું હોર્ડિંગ પડ્યું હતુ.
110 કિમીની ઝડપી પવન ફુંકાતા અંદાજીત અડધો કલાકમાં શહેરમાં 200 ઉપરાંત વૃક્ષો ધરાશાય થવાની સાથે જ્યુબેલીબાગ સહિત અન્ય સ્થળે પણ થાંભલા પડ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજં 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડતા ચાર દરવાજા સહિત શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા.
અનેક ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા
તો બીજી તરફ ચાર દરવાજા વિસ્તાર, એમ.જી રોડ, નવાબજાર, રાવપુરા, નિઝામપુરા રોડ, ચોખંડી થી વિહાર સિનેમા, નોવીનો સર્કલ થી મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ, માંજલપુર ઈવા મોલ, વડસર કાંસા રેસીડેન્સી સહિતનો વિસ્તાર, ખોડિયાર નગરથી સરદાર એસ્ટેટ સુધીનો રસ્તો, નટુભાઈ સર્કલ વગેરે સ્થળોએ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. 110 કિ.મી.ની ઝડપે ભારે પવન ફુંકાતા વેમાલી રોડ પર આવેલા અનેક ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા હતાં.
57 વીજપોલ ધરાશાયી થયા
વીજ પુરવઠો ખોરવાયા અંગે માહિતી આપતા એમજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટએ જણાવ્યું છે કે, ગઇકાલે ભારે વાવાઝોડાના કારણે 40 જેટલા ફીડરો વડોદરા શહેરમાં બંધ પડ્યા હતા. જે મોડીરાત સુધીમાં કાર્યરત કરવામાં આવ્યં હતા. હાલ સુધીમાં 57 વીજપોલ ધરાશાયી થયા છે, જ્યારે હાલમાં શહેરમાં તરસાલી માંડવી સહિતના બેથી ચાર જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો આપવાની ગામરી ચાલી રહીં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App