માયકાંગલાવ આમ મર્સિડીઝ લઇ બતાડો: દેવાયત ખવડ ઉર્ફે રાણાએ નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ઉતારી

Published on: 5:50 pm, Thu, 1 June 23

રાણો રાણા ની રીતે ફેઈમ દેવાયત ખવડ પોતાની લાઈફ સ્ટાઈલ અને ડાયલોગ બાજીથી કાયમ ચર્ચામાં રહે છે.છેલ્લે મારામારીના કેસમાં લાંબો સમય જેલવાસ ભોગવી આવ્યા બાદ ફરીથી જાહેર ડાયરો અને પ્રોગ્રામમાં નજરે ચડવા લાગ્યા છે. અને હવે વધુ એકવાર દેવાયત ખવડ (devayat khavad news mecedese benz) ચર્ચામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે દેવાયત ખવડે એક નવી નકોર મર્સિડીઝ કાર (devayat khavad) છોડાવી છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. તેણે પોતે જ આ ફોટો વીડિયો શેર કર્યા છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે ક્યારે દેવાયત ખવડ ડાયલોગ મારે કે ‘માયકાંગલાવ આમ મર્સિડીઝ લઇ બતાડો’.

કોણ છે દેવાયત ખવડ?

દેવાયત ખવડની પ્રસ્નાલ લાઈફની ચર્ચા કરીએ તો તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું દુધઈ ગામના છે. દુધીના ગામના કાઠી દરબાર સમાજમાં 1988માં જન્મેલા દેવાયત ખવડએ 1થી 7 ધોરણ સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં કર્યો હતો. ત્યારબાદ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે પોતાના ગામથી ચાર કિલોમીટર દૂર વેલા સડલા ગામમાં રહ્યા અને પછી કૉલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો.

રાજકોટમાં મારામારીના કેસમાં 72 દિવસ જેલવાસ ભોગવીને આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડનો ગઈકાલે ભાવનગરમાં પ્રથમ ડાયરો યોજાયો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

જેલ્મુક્તી બાદ પ્રથમ ડાયરામાં જ સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદ મારો આ પ્રથમ લોકડાયરો છે. ત્યારે હજુ પણ એ જ કહું છું, ‘ઝુકેંગા નહીં સાલા’.

જણાવી દઈએ કે, 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડે પોતાના સાગરીતો સાથે મળીને રસ્તા પર ચાલતા જઈ રહેલા મયૂરસિંહ રાણા પર લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં મયૂરસિંહને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાના રાજકોટમાં ખૂબ જ ઘેરા પ્રતિસાદ પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "માયકાંગલાવ આમ મર્સિડીઝ લઇ બતાડો: દેવાયત ખવડ ઉર્ફે રાણાએ નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ઉતારી"

Leave a comment

Your email address will not be published.


*