જો એક સેકેંડનું મોડું થયું હોત તો, આ નાનકડા બાળકનું મોત નક્કી હોત- જુઓ કેવી ચમત્કારી રીતે બચ્યો જીવ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ હચમચી જશો.

નાના છોકરાનો જીવ બચાવ્યા બાદ ઇન્ટરનેટ પર એક સ્વચ્છતા કર્મચારીની પ્રશંસા થઈ રહી છે. સમગ્ર મામલો કેમેરામાં કેદ થયો હતો અને ટ્વિટર યુઝર રેક્સ ચેપમેન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

રસ્તા પર દોડવા લાગ્યો છોકરો, પછી થયું કઇક આવુ:
સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના બ્રાઝિલના રોલેન્ડિયામાં બની હતી. એવું બન્યું કે બાળકના દાદાએ આકસ્મિક રીતે તેના ઘરનો દરવાજો ખુલ્લો છોડી દીધો. વીડિયોમાં દેખાતો નાનો છોકરો લુકાસ ગેટમાંથી બહાર નીકળ્યો અને કચરાની ટ્રક પસાર થવાની રાહ જોતો હતો જેથી તે રસ્તો ઓળંગી શકે.

કચરાવાળા માણસે બાળકનો જીવ બચાવ્યો:
કચરાની ટ્રક તેની સામેથી પસાર થતાં લુકાસ રોડ ક્રોસ કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ તે રસ્તાની જમણી બાજુથી આવતા વાહનને જોઈ શક્યો નહીં. સફાઈ કામદારે લુકાસને રસ્તો ઓળંગતા જોયો અને સમયસર બાળકને બાજુમાં ખેંચી લીધો. સફાઈ કામદારની શાણપણના કારણે બાળકનો જીવ બચી ગયો હતો. નહીંતર મોટો અકસ્માત થઇ શકે તેમ હતો. ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના સંપૂર્ણપણે કેમરામાં કેદ થયો હતો.

રેક્સ ચેપમેને કરેલી પોસ્ટ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વ્યૂઝ અને 60,000 લાઈક્સ મળી ચુકી છે. કોમેન્ટ બોક્ષમાં સફાઈ કામદારને હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *