દેવશયની એકાદશી 12 જુલાઈના દિવસે, જાણો તેનું મહત્વ, કથા અને પૂજા વિધિ…

હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે.પુરાણો અનુસાર આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે.ત્યારબાદ કારતક મહિનામાં…

હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે.પુરાણો અનુસાર આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે.ત્યારબાદ કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી એ ભગવાન વિષ્ણુની યોગનિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશી આ વર્ષે ૧૨ જુલાઈએ છે. આ જ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થઈ. 12 જુલાઈથી આગળના ચાર મહિના સુધી માંગલિક કાર્યો નહીં થાય. ચાતુર્માસ દરમ્યાન પૂજા પાઠ, કથા, અનુષ્ઠાન કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે. ચાતુર્માસમાં ભજન ,કીર્તન સત્સંગ ,કથા ,ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

દેવશયની એકાદશી નું મહત્વ..
આ એકાદશીને સૌભાગ્ય દાયિની એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે વ્રત કરવાથી જાણે-અજાણે થયેલા પાપ નાશ પામે છે.
આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર આ દિવસે વ્રત કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે. શાસ્ત્રો અનુસાર દેવશયની એકાદશી થી ચાતુર્માસ શરૂ થાય છે અને ચાર મહિના માટે 16 સંસ્કાર કરવામાં આવતા નથી. જોકે પૂજન, અનુષ્ઠાન, રીપેરીંગ કરાવેલા ઘરમાં ગૃહ પ્રવેશ, વાહન તેમજ આભૂષણોની ખરીદી જેવા કામ કરી શકાય છે.

દેવશયની એકાદશી ની કથા.
ભાગવત મહાપુરાણ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એ શંખાસુર રાક્ષસ મારવામાં આવ્યો હતો. આ દિવસથી ભગવાન ચાર મહિના માટે ક્ષીર સમુદ્રમાં સુવે છે.
અન્ય ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુને રાજા બલિ પાસેથી ત્રણ પગ જમીન દાન રૂપે માંગી. ભગવાને પહેલાં પગમાં આખી પૃથ્વી આકાશ અને બધી દિશાઓ ને ઢાંકી લીધી. આગળના પગમાં આખું સ્વર્ગ ઢાંકી લીધું. ત્યારે ત્રીજો પગ રાજા બલિએ પોતાના માથા ઉપર રખાવ્યો. આનાથી પ્રસન્ન થઈને તેમણે બલિરાજાને પાતાળના અધિપતિ બનાવ્યા અને તેમને વરદાન માંગવા માટે કહ્યું.
માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન વિષ્ણુ તેનું અનુસરણ કરતા ત્રણેય દેવો ચાર ચાર મહિના પાતાળમાં નિવાસ કરે છે. વિષ્ણુ ભગવાન દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી, શિવજી મહાશિવરાત્રી સુધી અને બ્રહ્માજી શિવરાત્રી થી લઈને દેવશયની એકાદશી સુધી પાતાળમાં રહે છે.

કેવી રીતે કરવી પૂજા.
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવું. ઘરની સાફ-સફાઈ અને નિત્યકર્મ કરી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.ઘરના પૂજા સ્થળ પર સ્થાન ઉપર ભગવાન શ્રીહરિ વિષ્ણુની સોના-ચાંદી કે તાંબાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ ષોડશોપચાર થી તેમની પૂજા કરો અને ભગવાન વિષ્ણુને પીતાંબર પહેરાવો.
પછી વ્રત કથાઓ સાંભળવી જોઈએ અને આરતી કર્યા બાદ પ્રસાદ વહેંચો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *