સુરતમાં તંત્રનાં પાપે બેકાબુ બનશે કોરોના, ટેસ્ટીંગ માટે જતા ધન્વંતરી રથ ચાલકોએ આ કારણે કરી હડતાલ

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથ મુકવામાં આવ્યા છે. હાલમાં સુરત શહેરમાં દરરોજ 250થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેર જિલ્લામાં 250થી વધુ ધન્વંતરી રથનાં કોરોના ટેસ્ટિંગ માટે વાહનો ફરી રહ્યાં છે. આ રથ રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. જોકે, આ વાહનોનું ભાડું ન મળતાં આજ રોજ બપોરના સમયે વહન ચાલકો હડતાળ પર ઊતરી આવ્યા છે.

હડતાલ ઉપર વાહનચાલકો

કોરોનાના કેસ સુરતમાં અટકાવવા માટે શરુ કરવામાં આવેલ ધન્વંતરી રથનું ભાડું ન ચૂકવાતાં આજ રોજ વાહનમાલિકો હડતાળ પર ઊતરી ગયા છે. વાહનચાલકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 53 દિવસથી ઉધાર રૂપિયા લાવી CNG ભરાવી ગાડી ચલાવતા હોવાનું જાણતા હોવા છતાં મહિલા કોન્ટ્રેકટર આંખ આડા કાન કરી રહ્યાં છે. સુરતમાં લગભગ 250થી વધુ ધન્વંતરી રથનાં પૈડાં થંભી જતાં ભારે હાલાકીના અણસાર દેખાય રહ્યા છે.

પીડિત વાહનચાલક અજય પટેલ

ધન્વંતરી રથમાં કામ કરનાર અને છેલ્લા 53 દિવસથી ભાડું ન મળનાર પીડિત વાહનચાલક અજય પટેલએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિનાથી અમારી ગાડી ધન્વંતરી રથ તરીકે કોન્ટ્રાક્ટમાં ચલાવી રહ્યા છે. રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. સુરતના તમામ વિસ્તારોમાં આ રથ કામ કરી રહ્યો છે. 250 જેટલા રથચાલકોને દર મહિને 17000 હજાર આપવાની વાત કરવામાં આવી હતી. તેન છતાં બે મહિનાથી એક પણ રૂપિયો અપાયો નથી. ત્રણ થી ચાર વાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ કોઈ ધ્યાન અપાયું નથી. મહિલા કોન્ટ્રેકટર અમને ચેક આપે છે પરંતુ તે રીટર્ન થાય છે. પછી અમે ફોન કરીએ તો અમારો ફોન ઉપાડતા નથી.

હડતાલ ઉપર વાહનચાલકો

પીડિત વાહનચાલક અજય પટેલએ વધુમાં જણાવ્યું હતું કે, આખરે ઉધારી માથે ચઢી જતાં આ નિર્ણય લેવા મજબૂર બન્યા છે. હવે આગળ ચાલી શકાય એમ નથી, એટલે હડતાળ પર જવાનો રસ્તો અપનાવ્યો છે. આ બાબતની જાણ થયા બાદ મહિલા કોન્ટ્રાકટર કહે છે, થોભો પોલીસ બોલાવી છે. એનો મતલભ એ થયો કે, હવે અમને પોલીસનો ડર બતાવી કામ કરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *