ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરત મનપાના અધિકારીઓ કમિશનરશ્રી નહીં પરંતુ ભાજપ પ્રમુખ નિતીન ભજીયાવાલાના હાથમાં- જાણો અહીં

સુરતના સાંસદ દર્શના જરદોશ અને સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા પર ફરી એકવાર વિવાદિત આરોપ લાગ્યો છે કે, તેઓ સુરતમાં ચાલતા ગેરકાયદે બાંધકામમાં ભલામણોનો દોર ચલાવીને સુરતને સિમેન્ટનું જંગલ બનાવી રહ્યા છે. સુરત કમિશનર શ્રી ના આદેશ બાદ પણ આ બંને રાજનેતાઓ ની વગેરેને કારણે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગેરકાયદે મિલકતો પર કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.

મહાનગરપાલિકાના શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ નાના બાંધકામો અને મધ્યમ વર્ગીય લોકો ના બાંધકામો તોડી પાડવા તરત જ પહોંચી જતા હોય છે. પરંતુ જ્યાંથી પોતાના હિત સચવાતા હોય તેવા કોમર્શિયલ અને મોટા બાંધકામો ગેરકાયદે હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરી ને શંકા ના સવાલો ઊભા કરે છે.

થોડા સમય અગાઉ જ એક શહેરી વિકાસ ખાતાના અધિકારી નું કોલ રેકોર્ડીંગ વાયરલ થયું હતું. જેમાં નિતીન ભજીયા વાળા ના દબાણથી એક નાના કોન્ટ્રાક્ટરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આ બાંધકામ તોડ્યુ હતું પરંતુ તેની બાજુમાં જ એક અન્ય બાંધકામ ગેરકાયદે હતું, તેના પર કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ કોલ રેકોર્ડિંગ માં આ બાંધકામ તોડવા માટે ભાજપ પ્રમુખ નિતીન ભજીયા વાળા નું પ્રેશર છે એવું પણ કહેવામાં આવી રહ્યુ હતું. રેકોર્ડિંગમાં ચોંકાવનારી વાત તો એ બહાર આવી હતી કે નિતીન ભજીયા વાળા ને કહે તે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર સાથે એક જમીન વિવાદ ચાલી રહ્યો હતો અને આ કોન્ટ્રાક્ટરએ નિતીન ભજિયાવાલા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. જેથી બદલો લેવાની ભાવનાથી આ પ્રકારની કાર્યવાહી અધિકારીઓ પાસે કરાવી હતી. ભોગ બનનાર કોન્ટ્રાક્ટર દ્વારા તેની બાજુમાં આવેલી મિલકત અંગે અને લેખિત ફરિયાદો છતાં આ બાંધકામ તોડવા કોઈ અધીકારીઓ આવ્યા હતા નહીં, પરંતુ આ કોન્ટ્રાક્ટરને નિતીન ભજિયાવાલા ને રૂબરૂ મળી આવવાનું કહેવામાં આવ્યું હતું. અને સેટલમેન્ટ કરવા જણાવ્યું હતું. આમ સુરત ની ભોળી જનતાના પરસેવાની કમાણી નો પગાર લેતા અધિકારીઓ સરકારી ખાતા ની વફાદારી કરવાને ને બદલે કોઇ રાજકીય પક્ષ ની વફાદારી કરીને શંકાના ઘેરામાં ઉભા રહ્યા છે.

આ પરથી સ્પષ્ટ છે કે સુરત મનપાના કર્મચારીઓએ અધિકારીઓ કદાચ સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી કહ્યામાં ન હોય પરંતુ ચોક્કસ પક્ષના નેતાઓ ના હાથ નીચે કામ કરી રહ્યા છે અને પોતાનું હીત સાચવતા હશે.
ભાજપ પ્રમુખ અને સુરતના સાંસદના નામ લીધા વગર નવસારીના સાંસદ સભ્ય સીઆર પાટીલે પોતે આવા બાંધકામો વિરુદ્ધ ફરિયાદો કરી હોવા છતાં અધિકારીઓ કોઈ એક્શન લઈ રહ્યા નથી તેઓ બળાપો કાઢયો હતો.