બીટકનેકટ કેસમાં વોન્ટેડ ધવલ માવાણીની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

ક્રિપ્ટોકરન્સી બીટકનેકટ કેસમાં વોન્ટેડ ધવલ માવાણીની સુરત સીઆઇડી ક્રાઇમે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે. ગત વર્ષે સુરત સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલા ગુનામાં ધવલ વિજય માવાણી…

ક્રિપ્ટોકરન્સી બીટકનેકટ કેસમાં વોન્ટેડ ધવલ માવાણીની સુરત સીઆઇડી ક્રાઇમે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે.

ગત વર્ષે સુરત સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલા ગુનામાં ધવલ વિજય માવાણી નાસતો ફરતો હતો અને તેના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કર્યા બાદ ઇન્ટરપોલે પણ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. અબુધાબી એરપોર્ટ પરથી તેને ડિપોર્ટ કરાયા બાદ આજે સવારે ભારત મોકલ્યો ત્યારે સીઆઇડી ક્રાઇમે ઇમિગ્રેશન વિભાગ સાથે સંકલન સાધી તેની એર ઇન્ડિયા એક્સપ્રેસ ફલાઇટમાંથી ઉતરતા જ ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કરોડોના બીટકનેકટ કૌભાંડમાં સતીશ કુંભાણી અને અન્યો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. બીટકનેકટ કોઇનમાં ધવલ માવાણી વેબસાઈટ ડેવલોપર અને સપોર્ટ સિસ્ટમ સંભાળવાનું કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *