સંન્યાસ બાદ રાજનીતિમાં જઈ શકે છે ધોની, આ રાજનેતાએ કર્યો ખુલાસો..

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ધોની ક્રિકેટને અલવિદા કર્યા બાદ તેમની પાર્ટી સાથે જોડાઇ શકે છે અને તેના માટે વાતચીત ચાલુ છે…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લીધા બાદ રાજનીતિમાં પગલાં ભરી શકે છે.એવી ખબરો આવી રહી છે કે ધોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમનો ભાગ બની શકે છે.વિશ્વકપ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડના હાથે મળેલી હાર બાદ અટકળો ઝડપી થઈ ગઈ છે કદાચ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.

Loading...

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય પાસવાને કહ્યું કે ધોની ભાજપ સાથે જોડાઈ શકે છે અને આ વિષયમાં ઘણા લાંબા સમયથી વાત ચાલી રહી છે.તેઓએ કહ્યું કે આ મુદ્દા પર ઘણા સમયથી વાત ચાલી રહી છે જોકે આ વાતનો કોઈ ફેસલો ધોની આપ્યો નથી.ધોની મારા પરિચિત છે અને તે વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી અને પાર્ટી સાથે જોડાવાની કોશિશ ચાલુ છે. લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પોતાના સંપર્ક ફોર સમર્થન કાર્યક્રમ દરમિયાન ધોની સાથે મુલાકાત કરી હતી. ધોની નું ઘર આંગણું ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ આવવાની છે. તેવામાં ધોની રાજ્યમાં પાર્ટી માટે મોટો ચહેરો બની શકે છે.

આ દિવસોમાં ધોની ઘણી ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. વિશ્વકપમાંથી ભારત બહાર થયા બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ધોની ક્રિકેટને અલવિદા કહી શકે છે. જોકે આ બાબતે કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેઓને આ વિષયમાં કશી ખબર નથી. તેમજ સિલેક્ટરે પણ કહ્યું હતું કે ધોનીના સંન્યાસ વિશે તેઓને કશી ખબર નથી. જોકે ધોનીએ કહ્યું હતું કે તેઓ હમણાં રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.