લગ્નના છ મહિનામાં જ માતા બની બોલીવુડની આ એક્ટ્રેસ, આપ્યો પુત્રને જન્મ

Published on: 3:13 pm, Wed, 14 July 21

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી દિયા મિર્ઝાના ઘરે બાળકનો કલરવ સંભળાય રહ્યો છે. તેમણે હાલમાં જ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. પોતાના ચાહકોને દિયાએ સોશિયલ મીડિયા પર આ ખુશીના સમાચાર આપ્યા છે. તેણે આ વર્ષે 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન અને રોકાણકાર વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. તેણે તેના ચાહકોને લગ્નના દોઢ મહિના પછી તેની ગર્ભાવસ્થાની જાણ કરી હતી.

આજે દિયા મિર્ઝાએ ​​આ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર દીકરાની એક ઝલક આપતા તેણે જણાવ્યું કે, 14 મેના રોજ તેમના પુત્રનો જન્મ થયો હતો. તેણે પોસ્ટ સાથે લખ્યું છે કે, ‘બાળક થાય તે માટે તમારે હંમેશાં નિર્ણય લેવો પડશે કે તમારું હૃદય હંમેશા તમારા શરીરની આસપાસ હોવું જોઈએ.’

દીયાએ આગળ લખ્યું છે કે, આ સમયે આ શબ્દો વૈભવ અને મારી ભાવનાઓનું સંપૂર્ણ ઉદાહરણ છે. અમારા હાર્ટથ્રોબ, 14 મેના રોજ અમારા પુત્ર અવ્યાન આઝાદ રેખીનો જન્મ થયો હતો. વહેલા પહોંચ્યા પછી, અમારા નાના ચમત્કારની નવજાત આઇસીયુમાં નર્સો અને ડોકટરો દ્રારા સંભાળ રાખવામાં આવી હતી.

મારા ગર્ભાવસ્થા દરમિયાન મારે અચાનક ઓપરેશન કરાવવું પડ્યું હતું, જેના કારણે મારું ગંભીર ચેપ’ સેપ્સિસ ‘થવાનું જોખમ વધી ગયું હતું. જેનાથી મારી જાનને પણ જોખમ હતું. આભાર, અમારા ડોક્ટર દ્વારા મારી સમયસર સંભાળ અને સી-સેક્શન દ્વારા અમારા બાળકનો સલામત જન્મ આપવાની ખાતરી કરવામાં આવી હતી. ‘આ દુનિયામાં જ્યારે અમે આવેલી નાનકડી જાનને વિસ્મય અને આશ્ચર્ય સાથે જોયો, ત્યારે અમે તેમની પાસેથી શીખ્યા કે, આપણે બ્રહ્માંડ અને પિતૃત્વ પર નમ્રતાથી વિશ્વાસ કરવો પડશે અને ડરવું નહીં’.

જ્યારે દિયાને  તેની પ્રેગન્નસિની ખબર આપી હતી. ત્યારે પણ તેને સોશિયલ મીડિયામાં પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યારે દિયાએ સનસેટ બતાવીને પોસ્ટ શેર કરી હતી. સનસેટને જોતી દિયાએ બેબી બમ્પ પર હાથ મૂક્યો હતો. આ ફોટો પોસ્ટ કર્યા બાદ દિયાએ ભાવુક મેસેજ શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા છે. એક જીવનની સાથે જે તમામ બાબતો તથા દરેક વસ્તુની શરૂઆત છે. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાના ફૂલ ખિલવાના છે. મારા ગર્ભમાં તમામ સપનાઓથી શુદ્ધ સપનાના પારણા કરવાના આશીર્વાદ મળ્યા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.