સુરતના રત્નકલાકારનો બાગેશ્વર સરકારને ખુલ્લો પડકાર! જો આવું કરી બતાવે તો પોણા બે કરોડના હીરા બાબાના ચરણોમાં…

Surat’s diamond merchant challenges Dhirendra Shastri: ગુજરાતના જુદા જુદા શહેરમાં બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)નો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને…

Surat’s diamond merchant challenges Dhirendra Shastri: ગુજરાતના જુદા જુદા શહેરમાં બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)નો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને લઈ રાજકોટ (Rajkot), અમદાવાદ (Ahmedabad) પછી હવે સુરત (Surat) શહેરમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો સુરતના હીરાના વેપારી અને અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતા જનક બાબરીયા (Janak Babariya) દ્વારા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ અગાઉ અમદાવાદ અને રાજકોટમાંથી પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે.

સુરતના હીરાના વેપારી જનક બાબરીયાએ ત્રિશુલ ન્યુઝ સાથે વાતચિત કરતા કહ્યું હતું કે, હું ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપું છું. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, ”હું બાબાને ચેલેન્જ ફેંકુ છું કે 26, 27 મેના દિવસે જે દરબાર ભરવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર/પરચા દેખાડે. હું સ્ટેજ પર 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને આવીશ. એમાં કેટલા નંગ (પીસ) હીરા છે એ પરચા દ્વારા બાબા જણાવી આપવામાં આવે તો બાબાની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી પેકેટ બાબાનાં ચરણોમાં અર્પણ કરીશ અને તેમની દિવ્ય શક્તિનો સ્વીકાર કરીશ.”

જનક બાબરીયાએ જણાવતા કહ્યું છે કે, 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દરબાર ભરાવવા જઈ રહ્યો છે. જે દિવ્ય દરબારની અંદર ચમત્કાર, અંધશ્રદ્ધા અને દિવ્ય શક્તિની વાતો કરતા હોય છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ. 26 અને 27 તારીખે અમે અમારી ટીમ દ્વારા તેમનો વિરોધ કરવાના છીએ અને અમે સરકારને પણ પત્ર લખવાની છીએ. સાથે જ અમે કલેક્ટરને પણ આ કાર્યક્રમને મંજૂરી ન આપવા આવેદન પત્ર આપવાના છીએ. અમે આગામી દિવસોમાં રોજ આખા ગુજરાતમાં આવેદન પત્રો આપવાના છીએ.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા ક્યારેય આવા અંધશ્રદ્ધા અને દિવ્ય ચમત્કારને સ્વિકારશે નહીં. ગુજરાતમાં આવા ઘણા બાબા આવી ગયા. થોડા સમય અગાઉ ઢબુડી માં એક નામ ગુજરાતમાં ચર્ચામાં આવેલું, આશારામનું નામ પણ ચર્ચામાં આવેલું ત્યારે લોકોએ તેમને વખોડી કાઢ્યા છે.

ગુજરાતીઓ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે, કારણ કે બજરંગદાસ બાપા અને જલારામ બાપાને ક્યારેય “દિવ્ય દરબાર” ભરવાની જરૂર નથી પડી. જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં ચમત્કારની વાતો કરતા હોય તો પણ હું તેમને ચેલેન્જ આપી રહ્યું છું કે તેમના દ્વારા અમને આમંત્રણ આપવામાં આવે, હું તેમના દરબારમાં 500થી 700 કરેટે પોલીસ ડાયમંડનું પેકેટ લઈને જઈશ અને હીરાને લઈને કેટલાક પ્રશ્નો પૂછીશ. જો તેઓ જવાબ આપી શકે તો હું આ ડાયમંડનું પેકેટ તેમના ચરણોમાં અર્પણ કરી દઈશ અને તેમની દિવ્ય શક્તિનો સ્વીકાર કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *