સુરતમાં હીરાની ઓફિસમાં થઇ દિલધડક ચોરી: અંદરના જ માણસે ફિલ્મીઢબે કરાવી લાખોની ચોરી… -જુઓ વિડીયો

કોરોના સમયમાં પણ ચોરી અને લુંટની ઘટનાઓ વધી જ રહી છે. હાલમાં આવી જ એક ઘટના સુરત શહેર માંથી સામે આવી છે. સુરતના વરાછા પોલીસ…

કોરોના સમયમાં પણ ચોરી અને લુંટની ઘટનાઓ વધી જ રહી છે. હાલમાં આવી જ એક ઘટના સુરત શહેર માંથી સામે આવી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. હીરાના કારખાના માંથી મધરાત્રે લાખો રૂપિયાના કુલ મુદામાલની ચોરી થતા ચકચાર મચ્યો હતો.

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ ‘ભીંગરાડિયા બ્રધર્સ’ નામના હીરા કારખાના માંથી હીરાની ચોરીની ઘટના સામે આવી છે. કિશોરભાઈ રામજીભાઈ ભીંગરાડિયાએ વરછા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઈ છેલ્લા ૨૦ વર્ષથી હીરાનું ખાતું ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

‘ભીંગરાડિયા બ્રધર્સ’માં કિશોરભાઈની સાથે તેમના ભાગીદારો પણ કામ કરે છે અને સાથે સાથે આ કારખાનામાં બોઈલરનું કામ રાજેશભાઈ ઉર્ફે રજુ પાત્ર નામનો પણ કામ કરે છે. કિશોર ભાઈ જણાવે છે કે, ‘મે રાજેશભાઈને હીરાનું બોલિંગ કરવા માટે ૧૮૬.૩૫ કેરેટના પોલીસ્ડ હીરા આપ્યા હતા અને રાજેશે આ હીરાને બોઈલરમાં મુક્યા હતા અને આશરે સવા બે વાગ્યે બોઈલર થઇ જતા તેણે સ્વીચ બંધ કરી હતી. સમાન્ય રીતે હીરાનું બીકર બે કલાક રાખવાનું હોય છે, એટલે કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા રાજુ સાથે રિવી રીપેરીંગનું કહીને તે બહાર ચાલ્યા ગયા હતા અને થોડા સમયમાં જ પાછા આવી ગયા હતા.’

આશરે પોણા ચારેક વાગ્યે કિશોરભાઈ તેમની ઓફિસમાં જ હતા અને ત્યારે રાજેશ તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મેં જે હીરા બોઈલ કરીને બીકર સાથે પ્લેટફોર્મ પર મુક્યા હતા હવે ત્યાં નથી કોઈ ચોરી ગયું છે. આવું કહેતા જ કિશોરભાઈ અને તેમના ભાગીદારો શોધખોળ કરવા લાગે છે. રાજેશની વાતોમાં વિશ્વાસ મુકીને કિશોરભાઈએ CCTVમાં તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું કે, રૂમનો દરવાજો ખુલ્લો જ હતો અને જયારે રૂમમાં કોઈ જ નહોતું ત્યારે એક અજાણ્યો ઇસમ આવે છે અને પ્લેટફોર્મ પર પડેલા બોઈલર સાથેના હીરા લઈને ફરાર થઇ જાય છે.

રાજેશ આ પહેલા પણ રાજેશ એકવાર ૨૪ થી ૨૫ હીરાની ચોરી કરતા પકડાયો હતો પરંતુ તેને માફ કર્યો હતો આજે આ ઘટના સર્જાતા કિશોરભાઈને રાજેશ પર શંકા છે. કિશોર ભાઈએ જણાવ્યું છે કે, CCTVમાં દેખાતા અજાણ્યા ઇસમ રાજેશની મદદે આવ્યો હશે અથવા તે જ આ હીરા લઈને ફરાર થયો હશે તેવી શંકા છે તેવું ફરીયાદી કિશોરભાઈએ જણાવ્યું છે.  અંદાજે ૧૮૬.૩૫ કેરેટ (૧ કેરેટની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા) અને કુલ રૂપિયા ૨૭,૯૫,૨૫૦ રૂપિયાના હીરા ચોરી થયાની જાણકારી સામે આવી છે. કિશોરભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ દાખલ કરી છે. હાલ પોલીસ આ બનાવ અંગે તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કિશોરભાઈની શંકા સાચી ઠરી છે. સુત્રોએ જણાવ્યું છે કે, અંદરના જ વ્યક્તિએ બહાર શાકભાજી વેચતા મિત્રને કહીને આ ચોરીનો અંજામ અપાવ્યો હતો. કારખાનામાં કામ કરતા રાજેશે જ તેના મિત્રને બાતમી આપી હતી અને તેના મિત્રએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ કેસ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *